ગુજરાત ગેસ દ્વારા મોરબીના સિરામિક ઉધોગને આપતા મે મહિનાથી ગેસની કપાત પરત ખેચવાની જાહેરાત કરતા ઉધોગકારોના રાહતની લાગણી પ્રસરી હતી જોકે ઉધોગકારો ખુશ થાય તે પહેલા ગુજરાત ગેસે મોટો ઝટકો આપી દીધો છે અને સિરામિક ઉધોગને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં 5 રૂપિયા પર ક્યુબુકનો ભાવ વધારો ઝીકી દીધો છે હવે સિરામિક ઉધોગકારોને 1 મે થી જે ઉધોગકાર ૩ મહિનાનો એમજીઓ કરે છે. તેમને રૂ 63.01 પર ક્યુબીક મિટર માં જયારે એક મહિનાન એમજીઓને રૂ 63.51 પર ક્યુબીકમીટર ના ભાવે મળશે તો જે ઉધોગકારો એમજીઓ નથી કરતા તેઓને પર ક્યુબીક રૂ 67.79 ના ભાવથી મળશે મોરબીમાં ગેસની અનિયમિતતા અને ગેસની કપાત ના કારણે ઘણી બધી ફેક્ટરીઓએ શટડાઉન કર્યું હતું જોકે ફરીથી ગેસની કપાત બંધ થતા ફેક્ટરીઓ ફરીથી શરુ થશે અને ગેસનો વપરાશ વધશે. મોરબીમાં હાલ 45 લાખ ક્યુંબીક મીટર દૈનિક વપરાશ છે જેથી અને તેના કારણે સિરામિક ઉધોગને મે મહિનાથી વધુ રૂ 2.5 કરોડ દૈનિક ખર્ચ વધશે તેવો અંદાજ ઉધોગકારો લગાવી રહ્યા છે

