HomeGujaratવહેલી ચૂંટણીનો સંકેત, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની એકાએક બદલી

વહેલી ચૂંટણીનો સંકેત, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની એકાએક બદલી

રાજ્યમાં વહેલી ચૂંટણીના અવાર નવાર સંકેતો મળી રહ્યાં છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદની એકાએક બદી કરી દેવાઈ છે. તેમના સ્થાને 2005ની કેડરના આઈએએસ અધિકારી પી. ભારતીની નિમણૂંક કરાઈ છે. ત્યારે હવે રાજ્યમાં વહેલી ચૂંટણીની અટકળો પણ તેજ બની છે.

મૂળ બિહારના વતની એવા અનુપમ આનંદ 2000ની બેચના આઈએએસ કેડરના અધિકારી છે. અગાઉ તેઓ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, જામનગર મ્યુનિસિપલ કમિશનર અને ડાંગ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બચાવી ચૂક્યાંહતા જે બાદ વર્ષ 2021ના મે મહિનામાં તેમની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામા આવી હતી.જે બાદ હવે તેમની બદલી કરી નાખવામાં આવી છે તેમની જગ્યાએ 2005ના આઈએએસ અધિકારી પી.ભારતીને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચૂંટણીને લઈને ત્રણ દિવસમાં રહસ્ય ઉકેલાય તેવી શક્યતા સેવાઇ છે. વહેલી ચૂંટણી થશે કે નહી તે અંગે ત્રણ દિવસમાં પ્રશ્નોના જવાબ મળશે. કલેક્ટર ઓફિસથી સરકારી કર્મચારીઓની વિગતો મંગવાઈ રહી છે. સરકારી કર્મચારીઓનું હાલનું સરનામું, વતનનું સરનામું વગેરે જેવી માહિતી ચૂંટણી પંચ મગાવી રહ્યું છે. મહત્વનું છે કે ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ બેલેટથી મતદાન કરે તે માટે આ વિગતો જરૂરી હોય છે. જેથી કલેક્ટર કચેરીઓમાંથી જિલ્લા-શહેરોમાં કામ કરતા કર્મચારીઓના ચૂંટણીકાર્ડ નંબર પણ મંગાવવામાં આવ્યા. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપને જણાવી દઈએ કે 14મી વિધાનસભાની ટર્મ ડિસેમ્બર 2022માં પૂર્ણ થાય છે.

રાજ્યમાં વહેલી ચૂંટણીને લઇ વધુ અન્ય એક સંકેત મળ્યા હતા. ચૂંટણી પંચે ચૂંટણીમાં ફરજ માટે કર્મચારીઓની યાદી મંગાવી લીધી હતી. ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી ઈલેક્શનમાં જરૂર પડે તેવી તમામ માહિતી આપવા આદેશ કરવામાં આવ્યા હતા. 13 એપ્રિલ સુધી તમામ વિગત ચૂંટણી પંચને મોકલી દેવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW