HomeGujarat133 વર્ષ બાદ મંજૂરી, રાજકોટથી જૂનાગઢ વચ્ચે 1 વર્ષમાં શરૂ થશે ઈલેકટ્રીક...

133 વર્ષ બાદ મંજૂરી, રાજકોટથી જૂનાગઢ વચ્ચે 1 વર્ષમાં શરૂ થશે ઈલેકટ્રીક ટ્રેન

ભારતીય રેલ્વે 100 ટકા વિદ્યુતિકરણ મિશન ઉપર કામ કરી રહ્યું છે. ત્યારે હવે રાજકોટથી જૂનાગઢ વચ્ચે ઈલેકટ્રીક ટ્રેન દોડાવવાની તૈયારી પણ શરૂ કરાઈ છે. એક વર્ષમાં આ કામ પૂર્ણ થતા જ ઈલેકટ્રીક ટ્રેન દોડવા લાગશે. જેનાથી અપડાઉન કરતા મુસાફરોનો સમય પણ બચશે.

ભારતીય રેલ્વે પર 100% વિધુતીકરણ ના રાષ્ટ્રના મિશન પર પુરપાટ ઝડપે કાર્ય કરી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી જૂનાગઢ સુધી ઇલેક્ટ્રીક ટ્રેન દોડશે. જેની મજૂરી આપી દેવામાં આવતા ઝડપથી કાર્ય પણ થઈ રહ્યું છે. એક વર્ષ જેટલા ટુંકા સમયગાળામાં ઇલેક્ટ્રીક ટ્રેનનું કામ પૂર્ણ કરી તેણે રાજકોટથી જૂનાગઢ વચ્ચે દોડાવવામાં આવશે. રાજકોટથી જૂનાગઢ ટ્રેન પહોંચતા 3 કલાક જેટલો સમય લાગશે.

જૂનાગઢમાં ટ્રેન શરૂ થયાના 133 વર્ષ બાદ ઇલેકટ્રીક ટ્રેન દોડાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જૂનાગઢમાં 1888માં ટ્રેન શરૂ થઇ હતી. આ ટ્રેન 108 વર્ષ સુધી કોલસાથી ચાલતી હતી. તે બાદ સમય અનુસાર 1996માં ડીઝલ એન્જિન વડે ટ્રેનો દોડાવાઈ જે હજુ પણ ચાલુ જ છે. ઇલેકટ્રીક ટ્રેનના કામકાજ માટે રેલવે વિભાગ દ્વારા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW