સનરાઈઝર્સ હૈદરાબાદના 22 વર્ષના ફાસ્ટ બોલર ઉમરાન મલિક ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં ફોર્મમાં જોવા મળ્ય હતો. હૈદરાબાદની ટીમના અન્ય ખેલાડીઓ જ્યાં એક એક વિકેટ માટે તરસતા હતા ત્યાં મલિકે ગુજરાતની ટીમની સામે ધારદાર બોલિંગ કરી ચારેય ઓવરમાં માત્ર 25 રન આપી પાંચ મહત્ત્વની વિકેટ ખેરવી હતી. ઉમરાને જે બેટ્સમેનને પોતાનો શિકાર બનાવ્યા એમાં રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, કેપ્ટન હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર અને અભિનવ મનોહરનો સમાવેશ થાય છે.
We need him in India colours asap. What a phenomenal talent. Blood him before he burns out! Take him to England for the Test match greentop. He and Bumrah bowling in tandem will terrify the Angrez! #UmranMalik https://t.co/T7yLb1JapM
— Shashi Tharoor (@ShashiTharoor) April 17, 2022
મલિકની આવી મસ્ત અને જોરદાર બોલિંગના વખાણ ચારેયબાજું થઈ રહ્યા છે. પણ કોંગ્રેસ નેતા શશિ શરૂર બાદ પી. ચિદમ્બરમે આ બોલરના દિલ ખોલીને વખાણ કર્યા છે. કોંગ્રેસ નેતાનું એવું કહેવું છે કે, આ એક તોફાની ખેલાડી છે. એની બોલિંગ એક તોફાન સમાન છે. જે પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુને ફંગોળી નાંખે છે.

તેમણે ટ્વીટ કરતા એક વાત લખી હતી કે, ઉમરાન મલિક એક તોફાન છે. એની સ્પીડ અને આક્રમકતા સ્તબ્ધ કરી દે છે. આજની મેચમાં એનું પર્ફોમન્સ જોયા બાદ એ વાતમાં કોઈ આશંકા નથી કે, આ ખેલાડી આ સીઝનની સૌથી મોટી શોધ છે. BCCIએ એમના માટે એક ખાસ કોચની નિયુક્તિ કરવી જોઈએ. એટલું જ નહીં ભારતીય ટીમમાં પણ સ્થાન આપવું જોઈએ. આ પહેલા શશી થરૂરે એના દિલ ખોલીને વખાણ કર્યા હતા.
The Umran Malik hurricane is blowing away everything in its way
— P. Chidambaram (@PChidambaram_IN) April 27, 2022
The sheer pace and aggression is a sight to behold
After today’s performance there can be no doubt that he is the find of this edition of IPL
તેઓ પણ આ યુવા ખેલાડીથી પ્રભાવિત થયા છે. તેમણે એવું કહ્યું હતું કે, ભારતીય જર્સીમાં આ ખેલાડીની જરૂર છે. શું જોરદાર ટેલેન્ટ છે. આ ક્યાંય ખોવાય જાય એ પહેલા આપણે એની મદદ કરવાની રહેશે. ઈંગ્લેન્ડમાં રમાનારી ટેસ્ટ સીરિઝમાં આ ખેલાડીને સાથે લઈ જજો. તે બુમરાહ સાથે મળીને અંગ્રેજોને જમીનદોસ્ત કરી દેશે. ગુજરાત અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં ગુજરાતે છેલ્લા બોલે હૈદરાબાદને હરાવ્યું છે.

