મોરબીના સામા કાઠા વીસ્તારમાં નેશનલ હાઈવે નજીક આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ નાનજીભાઈ મકવાણા નામના યુવાનના પિતા નાનજીભાઈ મકવાણા જીવતા હતા. તે દરમિયાન દિલ્હીના મધુ શર્મા તેમજ મહમદ ઈશરદ નામના શખ્સ સહિતના ચીટર ગેન્ગના સાગરીતોએ રૂ 5,61,949 જેટલી રકમ ઉચા વ્યાજ સાથે પરત આપવાની લાલચ આપી સળગ અલગ સ્કીમમાં રોકાવી હતી જોકે તેની મુદત પૂર્ણ થવા છતાં વિશાલભાઈના પિતા જીવિત હતા તે દરમિયાન તેમજ મૃત્યુ બાદ તેમના પરિવાર જનોને પરત ન કરી તેમની સાથે છેતરપીડી કરી હતી આ અંગે વિશાલભાઈએ બી ડીવીઝન પોલીસ મથકમાં દિલ્હીના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવો હતી બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આઈપીસી કલમ 406 ,420 અને114 અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

