વડગામના ધારાસભ્ય અને યુવા દલિત નેતા તરીકે જાણીતા જીગ્નેશ મેવાણીની અસમ પોલીસ દ્વારા કરવામાં આવેલ ધરપકડનો રાજ્યભરમાં વિરોદ્ધ થઇ રહ્યો છે. ત્યારે આજે ટંકારા તાલુકામાં અનુ સુચિત જ્ઞાતિના આગેવાનો મામલતદાર કચેરીએ દોડી ગયા હતા અને રાજ્યની તેમજ કેન્દ્રની ભાજપ સરકાર યુવા નેતાને ખોટી રીતે દબાવતી હોય અને લોકશાહી દેશમાં વિરોધ કરતા લોકો વિરુદ્ધ ખોટા કેસ કરી ફસાવવામાં આવી રહ્યા છે અને છેક આસામમાં પોલીસ ફરિયાદ કરી તેમને માનસિક રીતે યાતના આપતા હોવાનું જણાવી મામતલદારને આવેદન પત્ર આપ્યુ હતું અને જીગ્નેશ મેવાણીને છોડવાં અને તેમના વિરુદ્દ્ધ કરેલ ખોટા કેસ પરત લેવા માગણી કરી હતી

