હરિયાણાના ગુરૂગ્રામના DLF ફેઝ-1માં રહેતા સંદીપપુરીએ PI જગદીશ ચૌધરીનો સંપર્ક કરીને રૂ.1 લાખ રૂપિયા આપ્યા હતા. એ પછી પણ તેઓ રાજી ન થયા. બે લાખ રૂપિયા બાકીના ગુરુગ્રામમાં આપવાનું નક્કી થયું. વાતચીતને કર્યા પછી, સંદીપપુરીએ સ્ટેટ વિજિલન્સ બ્યુરો, હરિયાણાને ફરિયાદ કરી હતી.
આ ફરિયાદ સામે આવતાની સાથે જ બ્યુરોના ગુરુગ્રામ રેન્જના DIG બલવાન સિંહ રાણાએ જગદીશને રંગેહાથ પકડી લેવા માટે પ્લાન તૈયાર કર્યો હતો. લાંચ લેતા ઈન્સ્પેક્ટરને પકડવાની જવાબદારી બ્યુરોની રોહતક ટીમના ઈન્ચાર્જ DSP સુમિત કુમારને સોંપવામાં આવી હતી. જગદીશ ચૌધરી સેક્ટર-49 વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં પહોંચ્યો અને ત્યાં જ પૈસા લેતીદેતી સમયે ટીમે એને દબોચી લીધો.
બોગસ ડિગ્રી કેસમાં પોલીસ તપાસ કરી રહેલા રાજપીપળા ટાઉન પીઆઈ જગદીશ ચૌધરી હરિયાણામાં ACBના હાથે વ્યક્તિના સાથે રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. ACBની ટીમે આ પોલીસ કર્મચારીને રંગેહાથ પકડી પાડ્યા હતા. પોલીસ અધિકારી જગદીશ ચૌધરીએ અમરિંદર પુરીના કેસને નબળો પાડવા તથા પૂરક ચાર્જશીટ કોર્ટને ન સોંપવા માટે રૂ.3 લાખની રકમ લાંચ પેટે માંગી હતી. જે અંગેની એક ફરિયાદ ACBને મળી હતી. જોકે, જે કેસને ઉકેલવામાં પોલીસને પ્રશંસા પ્રાપ્ત થઈ એ જ પોલીસની માથે હવે લાંછન લાગ્યું છે. જેમાં તપાસ અધિકારી રાજ્યની બહારની પોલીસના હાથે ઝડપાયા છે.

રાજપીપળા ટાઉન પીઆઈ જગદીશ ચૌધરી હરિયાણાના ગુરૂગ્રામમાંથી રૂ.2 લાખની લાંચ લેતા હરિયાણા સ્ટેટ ACBના હાથે ઝડપાયા છે. રવિવારે રાત્રે હરિયાણા પોલીસે એની ધરપકડ કરી હતી. હરિયાણા સ્ટેટ વિજિલન્સ બ્યૂરો, રોહતક ટીમ તરફથી રવિવારે રાત્રે એક પ્લાન તૈયાર કરાયો હતો. જેમાં ગુરૂગ્રામના સેક્ટર 49માં આવેલા એક વિસ્તારમાંથી રૂ.2 લાખ લાંચ સાથે એમને ઝડપી લેવામાં આવ્યા છે. સોમવારે એમના રીમાન્ડ અંગે માંગ કરવામાં આવી હતી. બોગર ડિગ્રી અને પ્રમાણપત્રના કેસમાં નર્મદા જિલ્લા પોલીસે વાહવાહી મેળવી હતી.
દેશવ્યાપી બોગસ ડિગ્રી અને માર્કશીટ કૌભાંડમાં નર્મદા પોલીસે પ્રશંસા પ્રાપ્ત કરી હતી. આ જ કેસમાં આરોપી સામે કેસ નબળો પાડવા માટે કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ ન કરવા રાજપીપળા ટાઉન PI હરિયાણાના ગુરૂગ્રામ લાંચના પૈસા લેવા માટે પહોંચ્યા હતા. જેમાં તે રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા છે.આ કેસથી નર્મદા પોલીસમાં સ્મશાન જેવી શાંતિ થઈ છે. PIએ રૂ.3 લાખની લાંચની રકમ માંગી હતી. જેને લેવા જવા ઓફિસમાં બે દિવસની રજા રાખી હતી. પછી તે હરિયાણાના ગ્રુરૂગ્રામ પહોંચ્યો હતો.

