જામનગર પાસે આવેલા હર્ષદપુર ગામે સોમવારે સાંજે આઠ શખ્સોએ કાકા ભત્રીજા પર હુમલો કર્યો હતો. ભત્રીજાની નજર સામે કાકાની હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં એક પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું મનાય છે. જોકે, આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આરોપીની દીકરી સાથે મૃતક ભત્રીજાના પ્રેમ સંબંધના મનદુઃખને લઈ આ હુમલો કરી દેવાયો હતો. જામનગરની 14 કિમી દૂર હત્યાની આ ઘટના બની હતી.
હર્ષદપુર ગામે મોડી સાંજે કોંઝા ગામના 22 વર્ષના દશરથસિંહ નવલસિંહ ભટ્ટી સાંજે ગામના પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા હતા. એ સમયે આરોપી ધાર્મિક, એનો મિત્ર ધાર્મિકના કાકા મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો તેમજ ધાર્મિકના દાદી આવી પહોંચ્યા હતા. પછી તે દશરથસિંહને અટકાવીને ઢોરમાર મારીને જતા રહ્યા હતા. દશરથસિંહ ભયભીત થઈ જતા તેમણે એના કાકા શિવુભાને ફોન કરી હર્ષદપુર પેટ્રોલપંપ પાસે બોલાવ્યા હતા. એવામાં વિક્રમસિંહ ભુપતસિંહ કેશુર, પ્રકાશસિંહ ભુપતસિંહ કેશુર, મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો ભુપતસિંહ કેશુર, ધાર્મિક પ્રકાશસિંહ કેશુર, સંજયસિંહ ભુપસિંહ કેશુર, ધાર્મિકાના દાદી, મમલો ગોંવીદભાઈ કોળી તથા રવિ સોલંકી તથા બે અજાણ્યા માણસ સહિતના દશ લોકો ધસી આવ્યા હતા. ત્રણ બાઈક અને એક કારમાં આવીને દશરથસિંહને મારી નાંખવાના ઈરાદા સાથે હુમલો કર્યો હતો. ધાર્મિક અને મમલાએ છરી કાઢી હતી. પછી દશરથસિંહ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જ્યારે બાકીના લોકો ઢોર માર મારીને ભાગી ગયા હતા. જ્યારે આરોપી રવિ સોલંકીએ લાકડાનો ધોકો હાથ પર મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. પછી દશરથસિંહ હર્ષદપુરથી ખેતરમાંથી ગામ તરફ ભાગ્યા હતા.

જ્યાં કાકા શિવુભા આવતા તમામને રોડ પર અટકાવી પ્રકાશસિંહ તથા મહેન્દ્રસિંહ તથા સંજયસિંહએ પકડી રાખ્યા હતા. એવામાં વિક્રમ અને ધાર્મિકે છરીના આડેધડ ઘા મારી દેતા શિવુભાનું મોત થયું હતું. સમગ્ર કેસની જાણ થતા બી ડિવિઝિન પોલીસે ઘટના સ્થળે તપાસ કરી હતી. પોલીસ કાફલાએ મૃતકને જામનગર ખસેડીને આ તમામ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત આગળના કાયદેસરના પગલાં લીધા છે.

