HomeGujaratકોંગ્રેસને વધુ એક ફટકો સિનિયર નેતા કૈલાસ ગઢવી આપમાં જોડાયા

કોંગ્રેસને વધુ એક ફટકો સિનિયર નેતા કૈલાસ ગઢવી આપમાં જોડાયા

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જનાર નેતાઓ સક્રિય થઈ રહ્યા છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી ભાજપ અને આપમાં જોડાનારાની સંખ્યા ખૂબ વધી છે.ત્યારે ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે. કારણ કે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને સિનિયર નેતા એવા કૈલાસ ગઢવીએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે અને આમ.આદમી પાર્ટીમાં જોડાયા છે.આમ આદમી પાર્ટીના ગુજરાત ઇન્ચાર્જ ગુલાબસિંહ યાદવની અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની હાજરીમાં કૈલાશ ગઢવી,પૂજા શર્મા તેમજ એચ કે ડાભી સહિતના 10 કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ પેહેર્યો હતો.

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે આજથી નવી ઈનિંગ રમવા આવ્યો છું.જ્યાં શિક્ષણ,સલામતી, સુરક્ષા સહિતની . વ્યવસ્થા ઉભી કરવાની તાકાત અને દાનત છે.રાજ્યમાં 27 વર્ષથી એક અહંકારી સરકાર શાસન કરી રહી છે જેને કોંગ્રેસ હરાવી શકી નથી કોંગ્રેસમાં જીતવાની કમી જોવા મળી છે.છેલ્લી ઘડીએ જીતનારા 20 લોકોની ટીકીટ બદલી નાખી 20 સીટ પર જીતનાર સીટ હતી ત્યાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આમ આદમીમાં જોડાયા પહેલા કૈલાશ ગઢવી સાબરમતી આશ્રમ ગયા હતા અને ગાંધીજીને પુષ્પાજલી કરી બાઈક રેલી યોજી હતી.અને 100 કાર્યકરો સાથે આપમાં જોડાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW