HomeGujaratCentral Gujaratકીર્તિ પટેલ માનસિક રોગી,રોજ સો.મીડિયામાં ગાળો બોલવા જોઈએ

કીર્તિ પટેલ માનસિક રોગી,રોજ સો.મીડિયામાં ગાળો બોલવા જોઈએ

ટિકટોક ગર્લથી જાણીતી કીર્તિ પટેલ ફરી એકવખત હેડલાઈન્સમાં છે. અમદાવાદમાં રહેતી સ્વાતિ (નામ બદલ્યું છે)એ કીર્તિ પટેલ તથા મિત્ર ભરત ભરવાડ સામે કાયદેસરની ફરિયાદ કરી છે. યુવતીએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, મારા બીભત્સ લખાણ સાથેના ફોટા વાઈરલ કર્યા હતા. કીર્તિએ એક મારા સંબંધીની મિત્ર હતી.જેના થકી સંપર્કમાં આવ્યા હતા. મારી સાથે કોઈ નથી એવી ઈમોશનલ વાત કરીને ફસાવી દીધા.

વાત એવી રીતે કરી હતી કે, એ સાચું બોલી રહી હોય. બે વખત જેલવાસ ભોગવીને આવી છે. સોશિયલ મીડિયા હું એટલું યુઝ કરતી ન હતી એટલે એનો સાચો રંગ પરખાયો નહીં. છેલ્લા એક બે વર્ષથી અમે સંપર્કમાં હતા. પણ અમારી વચ્ચે ખાસ કોઈ આવી મિત્રતા ન હતી. પછી હું દુબઈ જતી રહી. ત્યાં પણ કીર્તિએ મારો સંપર્ક કર્યો કહ્યું કે, મારે દુબઈ આવવું છે. પણ પૈસા નથી. હું ત્યાં આવીને આપી દઈશ. પણ હકીકત એવી છે કે, તેણે સારા સારા ઘરના છોકરાને પોતાની માયાજાળમાં ફસાવ્યા છે. માત્ર છોકરા જ નહીં છોકરીઓ પણ એના ખોટા અને વાતોમાં ફસાઈ ચૂકી છે. પછી સ્વાતિએ ઉમેર્યું હતું કે, પછી મને ખ્યાલ આવ્યો કે, તે મને ફસાવી રહી છે. પછી દરેક વસ્તુંમાં મે એને ના પડવાનું ચાલું કર્યું. તેથી તેણે ઉશ્કેરાઈ જઈ મારી સામે ષડયંત્ર ચાલું કર્યા. તેણે કોઈ વ્યક્તિને બાકી રાખી નથી. ગમે તે કરે છે. હું સાચી હોવાથી મને બીજો કોઈ ફેર પડતો નથી. હાલ હું એની સામે લડી રહી છું. દુબઈ આવીને પણ એનું વર્તન બદલી ગયું હતું. ખરાબ વર્તન હતું. દુબઈ આવીને ગુજરાતની ગંદકીથી દૂર રહેવાનું નક્કી કર્યું. ઝઘડા, મારામારી અને ફરિયાદ કર્યા બાદ વગદાર વ્યક્તિની આડમાં રહીને છૂટી જાય છે. અથવા બીજા થકી ગાળો અપાવે મારામારી કરે એવી અપેક્ષા રાખે છે. કીર્તિ સામે અગાઉ પણ કેસ થયેલા છે. કીર્તિને રોજ સવારે ઊઠીને સોશિયલ મીડિયામાં ગાળો બોલવા જોઈએ છે. માનસિક રોગી હોય એવું ફીલ થાય છે.

સમાજના હોદ્દેદારોએ એની સામે પગલાં લેવા જોઈએ અન્યથા કાલે એમનો પણ વારો આમા આવી શકે છે. પૈસા દેવાની ના પાડી દીધી એટલે તેણે મારી સામે આક્ષેપો શરૂ કર્યા છે. આવા તો કેટલાય લોકોને શિકાર કર્યા છે. પોલીસ કેસ કર્યો એટલે એને ફોન કરવાનું બંધ કરી દીધું છે. પણ એનું સોશિયલ મીડિયામાં સ્ટોરી મૂકાવાનું ચાલું છે. આ પહેલા સોશિયલ મીડિયા સ્ટાર કોમલ પંચાલે એની સામે ફરિયાદ કરી છે. એટલું જ નહીં કીર્તિએ વાળ કપાવીને મારી નાંખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. એટલું જ નહીં યુવતી સામે બિભત્સ લખાણ અને ફોટો વાયરલ કરવાની પણ ધમકી દીધી છે. વસ્ત્રાપુર પીઆઇ એસ.જી ખાભલાએ જણાવ્યું છે. મહત્વનું છે કે, અગાઉ સેટેલાઈટમાં નોંધાયેલા ગુનામાં બંને પક્ષોએ સમાધાન કર્યું હોવાની ચર્ચા હતી ત્યારે સમાધાન બાદ પણ તે જ ઘટનાને લઈને મહિલાને હેરાન કરવામાં આવતા હાલ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ છેડતી સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW