મોરબી જિલ્લાને ફાળવેલ સરકારી મેડિકલ કોલેજના બદલે ખાનગી સંસ્થા સંચાલિત મેડિકલ કોલેજ આપવાની સરકારની જાહેરાત બાદ મોરબીમાં વિરોધ ઉઠ્યો હતો જેને લઈ કોંગ્રેસે જાહેરમાં ધરણા કરી વિરોધ કર્યો હતો હાલ ચૂંટણી નજીક આવી રહી હોય આવા સમયે સરકાર જોખમ લેવા માગતી ન હોવાથી તાત્કાલિક નિર્ણય બદલી સરકારી મેડિકલ કોલેજનું બિલ્ડીંગ બનાવવા જાહેરાત કરતા આજે કોંગ્રેસે વિજ્યોત્સવ મનાવ્યો હતો અને ઘંટનાદ તેમજ થાળી વગાડી સરકારના નિર્ણયનો સ્વાગત કર્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા 2020માં મોરબી સહિત આઠ જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આમ અચાનક તત્કાલીન સરકાર દ્વારા એક ઠરાવ બહાર પાડી મોરબી જિલ્લાને ફાળવવામાં આવેલી સરકારી મેડિકલ કોલેજ તાપી જિલ્લાને ફાળવી દેવાઇ હતી. જ્યારે મોરબી જિલ્લા જિલ્લામાં ખાનગી સંસ્થા સંસ્થા સંચાલિત બ્રાઉન ફિલ્ડ કોલેજ શરૂ કરવાનો પણ ઠરાવમાં ઉલ્લેખ કર્યો હતો . જાહેરાત બાદ મોરબીમાં વિરોધ ફાટી નીકળ્યો હતો અને મોરબીની પ્રજા સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા અલગ-અલગ કાર્યક્રમ યોજી સરકારના નિર્ણયને વખોડી કાઢ્યો હતો કોંગ્રેસ દ્વારા પણ છેલ્લા પાંચ દિવસથી શહેરના શનાળા રોડ પર આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સામે ધરણા કરી મોરબી ને ફરીથી મેડિકલ કોલેજ આપવા માગણી કરવામાં આવી રહી હતી અને જો સરકાર તેમની માગણી નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી હાલ 2022માં ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે સરકાર કોઇ.જોખમ લેવા માંગતી ન હોય જેથી નિર્ણય પર ફેરવિચાર કરી મોરબી ને ફરી કોલેજ આપવા જઈ રહી હોય તેવા સંજોગો બની રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા મોરબીમાં જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ શરૂ થાય અને તેના બિલ્ડિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે આ માટે ખાનગી સંસ્થાઓમાં છે અરજીઓ મંગાવવામાં આવી રહી છે આ અંગે જાહેરાત તથા કોંગ્રેસ દ્વારા આજે બીજી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અને ખાતે ધરણા સ્થળ પર ફટાકડા ફોડી અને ઘંટનાદ કરી સરકારને ફરી પાછો આવી કોઈ પ્રજાવિરોધી કાર્ય કરશે તો ઉગ્ર આંદોલન માટે સાવધાન રહેવા ચીમકી આપી હતી.

