HomeGujaratઆખરે નરેશ પટેલે કરી મોટી સ્પષ્ટતા,કહ્યું એવી કોઈ વાત નથી કે, હું…

આખરે નરેશ પટેલે કરી મોટી સ્પષ્ટતા,કહ્યું એવી કોઈ વાત નથી કે, હું…

નવી દિલ્હીથી પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. શનિવારે તેમણે દિલ્હી ખાતે કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે ખાસ મુલાકાત કરી હતી. રાજકોટ એરપોર્ટ પર આવીને નરેશ પટેલે કહ્યું હતું કે, હું એક સામાજિક કામે દિલ્હી ગયો હતો. લગ્ન પ્રસંગ હતો. શુક્રવારે ફ્લાઈટમાં ગયો હતો અને શનિવારે પરત ફર્યો છું. લગ્ન પ્રસંગ પૂરો કરીને ફરી રાજકોટ આવ્યો છું. લગ્નમાં રાજકીય નેતાઓ પણ ઘણા મળ્યા છે.

ઘણી બધી વાતચીત પણ થઈ છે. પણ હજુ સુધી મેં કોઈ ઓફિશિયલ ચર્ચા કરી નથી. હું કોઈ ઓફિસમાં ગયો નથી. જે વાત થઈ રહી છે એ બધી ખોટી વાત છે. હું કોઈ પણ જગ્યાએ ગયો જ નથી. લગ્ન પ્રસંગથી હોટેલ અને હોટેલથી પરત રાજકોટ આવ્યો છું. પણ ઘણા નામી રાજકારણીઓ આ પ્રસંગમાં હતા. માત્ર ઔપચારિક વાતચીત થયેલી છે. કોઈ પ્રોફેશનલ વાત હજુ સુધી થઈ નથી. હું કોઈનું ચોક્કસ નામ આપવા માંગતો નથી. હું બહારગામ જતો હોવ અને આપને ખબર પડે તો એવું ન હોય કે, હું રાજકીય રીતે બહાર જતો હોવ. હું મારા પર્સનલ કામે પણ બહાર જતો હોવ છું. ગઈકાલે રાત્રે એક લગ્ન પ્રસંગે ગયો હતો. શનિવારે બપોરની ફ્લાઈટમાં પાછો આવ્યો છું. કોંગ્રેસના કોણ આવે છે અને કોણ નથી આવતું એનો મને કોઈ ખ્યાલ નથી. પણ તા.2 મે ના રોજ મારે જોડાવવાનું છે એવી કોઈ ચોખવટ થઈ નથી. મારે કોઈ સાથે વાતચીત થઈ નથી. રાજકારણમાં પ્રવેશ કરવાની વાત છે એ હું નિર્ણય આપના થકી મારી પોતાની હેસિયતથી તમને આપીશ. તમે કોઈ બીજાની વાત સાંભળશો નહીં.

કોઈ આ અંગે ઘણી વાત કરે છે. કોઈ અફવા ફેલાવે છે. આવું મહેરબાની કરીને ન સાંભળો. મારા કોઈ નિર્ણય શક્તિનો અભાવ નથી. ક્યારેય નથી અને ક્યારેય હશે પણ નહીં. આ મહત્ત્વની બાબત છે, મહત્ત્વનો નિર્ણય છે. મારા અંગેનો જે સર્વે છે એ લગભગ પૂરો થઈ ગયો છે. સોમવારે આ અંગે એક ખાસ બેઠક છે. જેમાં ઘણી બધી ચર્ચાઓ થવાની છે. પછી લગભગ આ મહિનાના અંતમાં આપની સામે નિર્ણય જાહેર કરીશું. પ્રશાંત કિશોરને મળું છું એમાં કોઈ ના નથી, લગ્ન પ્રસંગે પણ મારી પ્રશાંત કિશોર સાથે મુલાકાત થઈ હતી. પણ એવી કોઈ વાત નથી કે, મારે તા.2ના રોજ કોંગ્રેસમાં જોડાવવાનું છે. મારે કોઈ પદ કે હોદ્દો પક્ષમાં જોઈએ છે એના માટે વિલંબ થઈ રહ્યો છે. એવી તો બિલકુલ વાત નથી. હા, હાર્દિક પટેલ મને મળવા માટે આવ્યા હતા. તેણે કોંગ્રેસના બે ચાર પ્રશ્નો અંગે મને વિસ્તારથી રજૂઆત કરી હતી. ખાલી એટલું કહ્યું કે, આ પ્રશ્નો હલ થાય એવું તમે વિચારજો. એ બિલકુલ ખોટી વાત છે કે, રાહુલ ગાંધી હાલમાં વિદેશમાં હોવાથી મારા નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો છે. નિર્ણય લેવાની જે વાત છે એ હાલ હું અત્યારે નહીં કહી શકું, ત્રણેય પાર્ટી સાથે મે વાત કરી છે. મને દરેક પાર્ટીના લોકો મળે છે. દરેક લોકો મારો સંપર્ક કરે છે.

પ્રશ્ન એ નથી કે, મારે ક્યાં અને ક્યારે જોડાવું. જ્યારે મારી એક સ્પષ્ટતા થશે ત્યારે હું તમને જાણ કરીશ. હું કોઈ ચૂંટણીની રાહ જોઈ રહ્યો નથી. આ વાત બિલકુલ ખોટી છે. હાર્દિક પટેલ મારી સાથે ન હતા. બે દિવસમાં એ મારી સાથે ન હતા. સમય આવ્યે પૂરી અને આખી સ્પષ્ટતા કરીશ. હું પણ ઘણો મુંઝવણમાં છું. મારે તમને અને સમાજને એમ બંનેને જવાબ દેવો પડે છે. તા.15 સુધીમાં હું પણ સ્પષ્ટીકરણ કરવાનો છું. મુદ્દાઓની ચર્ચા પહેલા પણ થયેલી છે. મારે કોઈ મુદ્દાની ચર્ચા નથી કરવી. હું કોઈ એવો વ્યૂહરચનાકાર નથી કે, એક પ્લાન તૈયાર કરી શકું. હું તો એક સામાજિક કાર્યકર્તા છું. સામાજિક આગેવાન છું. કોઈ પણ પક્ષને હું એક રાહ દોરી શકું. વ્યૂહરચના ઘડવાનું કામ પ્રશાંત કિશોર જેવા લોકો કરી શકે હું નહીં. પક્ષ સાથે હું જોડાયો છું એવું મેં કહ્યું નથી. લોકો માત્ર વાતો કરે છે. પ્રશ્નોના સોલ્યુશન મળશે એટલે જવાબ આપીશ. બાકી હું એવી વાત કરીશ તો પણ તમને ખબર પડી જશે. પાટીદાર સામેના કેસ પાછા ખેંચ્યા એટલે હું રાજકારણમાં જાવ છું બિલકુલ એવી વાત નથી. હજુ બધા કેસ પાછા નથીં ખેંચાયા. હજું ઘણા કેસ પેન્ડિગ છે. આ દ્રષ્ટિકોણ નથી. પ્રવેશ અને નો એન્ટ્રી એ સમય આવ્યે કહીશ. ટૂંક સમયમાં આપને જાણ કરીશ. માત્ર મીડિયાને નહીં સમાજને પણ ઈન્તેઝારી છે. શ્રાવણ મહિના આસપાસ મહાસભાનું આયોજન કરીએ એવું આયોજન છે. માત્ર સોમવારે કમિટીની મિટિંગ છે. ટ્રસ્ટ મિટિંગ પછી છે. જે કાગવડમાં છે. એ પછી મહાસભાની જાહેરાત કરાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW