HomeGujaratધ્રાંગધ્રા-રાજકોટમાં નજીવી બાબતે જૂથ અથડામણ, પોલીસ છાવણીમાં એરિયા

ધ્રાંગધ્રા-રાજકોટમાં નજીવી બાબતે જૂથ અથડામણ, પોલીસ છાવણીમાં એરિયા

સૌરાષ્ટ્રમાં 24 કલાકની અંદર જ ધ્રાંગધ્રા અને રાજકોટમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તથા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા પોલીસ પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યું છે. નજીવી બાબતે થયેલી જૂથ અથડામણની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પણ ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે બાઈક ચલાવવાના મુદ્દે અથડામણ થવા પામી હતી. જેમાં બંને જૂથોના લોકો વચ્ચે લાકડી અને હથિયારો વડો હુમલો કરાયો હતો.આ જૂથ અથડામણમાં ત્રણ લોકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતાં. બીજી તરફ આ ઘટનાની જાણ ધ્રાંગધ્રા પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે મેસેજ મુકવા બાબતે અથડામણ સર્જાઈ છે. મહત્વનું છે કે, ગત મોડી રાત્રે જંગલેશ્વર-મવડી વિસ્તારના યુવકો વચ્ચે મોબાઈલ ફોન અને મેસેજ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી.જેમાં જેમાં બંને જૂથના લોકો એક બીજા પર ભારે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં તુરત ઘટના સ્થળે પહોંચી સ્થિતી કાબૂમાં લીધી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW