ગાંધનગર મહાનગર પાલિકામાં રખડતા ઢોરને લઈને એક નવી દરખાસ્ત તૈયાર થઈ છે. જે અંતર્ગત રખડતા ઢોરને પકડવામાં આવશે પણ દંડ વસુલ કરીને પણ ઢોરને કોઈ રીતે છોડવામાં નહીં આવે.એક સામાન્ય સભામાં આ પ્રકારનો એક નિર્ણય લેવામાં આવ્યો છે. રખડતા ઢોરને લઈને દંડની જોગવાઈ પણ કરાઈ છે. ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં કમિશનરે દંડની જોગવાઈ માટેની એક દરખાસ્ત મૂકી હતી. તેને પસાર કરવામાં આવી હતી.
આ દરખાસ્તમાં જણાવવામાં આવ્યું હતું કે, પહેલી વખત અને બીજી વખત પકડાયેલા ઢોરને દંડ લઈને છોડી દેવાશે. પણ ત્રીજી વખત જ્યારે કોઈ પશુ પકડાશે તો કાયમી ધોરણે પાંજરાપોળમાં મોકલી દેવામાં આવશે. આ સામાન્ય સભામાં કુલ 17 મુદ્દાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાને વિકાસ માટે આ મુદ્દો ખૂબ જરૂરી લાગ્યો છે. આમ પણ મોટાભાગના મહાનગરમાં રખડતા ઢોરનો પ્રશ્ન ગંભીર છે. આ પહેલા પણ જામનગર અને રાજકોટમાંથી રખડતા પશુને કારણે નિર્દોષ વ્યક્તિઓના મોત થયા સુધીના કેસ સામે આવ્યા છે.

ત્રણ વખત રખડતા ઢોર પકડાશે તો દંડ વસુલ કરવામાં આવશે પણ ચોથી વખત પકડાશે તો છોડવામાં નહીં આવે. આ ઉપરાંત ગાંધીનગરના વિસ્તારમાં નીલ ગાયને પકડવા અંગે જે તે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં વધી રહેલા રખડતા ઢોરના ત્રાસ સામે આ નિર્ણય એક અસરકારક સાબિત થશે. બીજી બાજુ રસ્તાઓ પર ખોટી રીતે બેસી જઈને પશુને કારણે થતો ટ્રાફિક જામ પણ અટકી જશે.
રખડતા ઢોરને લઈને જ્યારે પણ કામગીરી કરવામાં આવે છે ત્યારે દૂધના ઊભરા જેવી કામગીરી થાય છે. હવે મહાનગર પાલિકાએ નિર્ણય લીધો છે ત્યારે અન્ય મહાનગર પાલિકા પણ આવો કોઈ નિર્ણય લઈને શહેરને પશુને કારણે થતા ટ્રાફિકથી મુક્તિ અપાવી શકે છે. માત્ર જાહેર રસ્તાની વાત નથી. શેરી અને સોસાયટીઓમાં પણ રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે ગાયોને દહ્યા બાદ છૂટી મૂકી દેવાય છે. જ્યારે બપોરના સમયે પાછી લાવવામાં આવે છે.

