જિલ્લા કક્ષાની સીવીલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર તેમજ રૂટિન ચેક અપ.માટે આવતા હોય છે તેમાં મહિલાઓ પણ સારવાર માટે આવતી હોય છે.જોકે સીવીલ હોસ્પિટલની બહાર આવેલ શૌચાલય તેમજ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ શૌચાલય છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં છે જેના કારણે મહિલા દર્દીઓ તેમજ દર્દી સાથે આવતા.સંબંધીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોરબી જીલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પીટલ હોવા છતાં મહિલાઓ માટે અલગ શૌચાલય નથી. અને જે છે તેમાં એક વર્ષથી ખંઢેર હાલતમાં પડેલ છે અને ત્યાં કોઇ જાતની સફાઇ થતી નથી પોખરા ભરાઇ જવાથી પાણીનો નીકાલ થતો નથી. તો મોરબી જીલ્લા કે અન્ય ગામમાંથી આવતા દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તથા તે દર્દીઓને મળવા આવતા તેમના સંબંધીઓને જાહેરમાં શૌચ માટે પડે છે. 2014 થી આ અંગે રજુઆત કરેલ હતી, અને આ શૌચાલયને મરામત માટે ગ્રાન્ટ રૂા. 97.63લાખની ગ્રાન્ટ મંજુર થયેલ છે. પરંતુ આ અંગે કોઇ પણ જાતનું કામકાજ હજુ સુધી થયેલ નથી. અને જે થયેલ છે તે ગોકળ ગાયની ગતીએ થયેલ છે અને જે અગત્યનું છે તે કામ થયેલ નથી જે હજુ સુધી પેન્ડીંગ છે અને જાહેર શૌચાલયને તાળા લગાડેલ છે. સીવીલ હોસ્પિટલની આસપાસ ગંદકીના ગંજ ખડાકાયેલ પડ્યા છે અસામાજિક તત્વો અહીં પડ્યા પાથર્યા રહેતા હોવાથી મહિલાઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે સામાજિક કાર્યકર રાજુ દવે,અશોક ખરચરિયા,જગદીશભાઈ બાંભણીયા જીગ્નેશ પંડ્યા મુસાભાઈ બલોચ સહિતના સીએમ ભુપેન્દ્ર પટેલ,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી બ્રિજેશ મેરજાને લેખિત રજૂઆત કરી હતી.

