Sunday, July 7, 2024
HomeGujaratશેરમાર્કેટમાં નબળી શરૂઆત,સેન્સેક્સ 545 નિફ્ટી 165 પોઈન્ટ તૂટ્યો

શેરમાર્કેટમાં નબળી શરૂઆત,સેન્સેક્સ 545 નિફ્ટી 165 પોઈન્ટ તૂટ્યો

વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે ભારતીય શેરબજારની નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 545.85 પોઈન્ટ (0.94 ટકા)ના ઘટાડા સાથે 57,365.83ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 165.80 પોઈન્ટ (0.95 ટકા) તૂટીને 17,226.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

શુક્રવારે એશિયન બજારમાં ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 194 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 1.89 ટકાના ઘટાડા સાથે 27,033.33ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ સિવાય સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.15 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.76 ટકાના ઘટાડા સાથે 16,998.50ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 1.10 ટકાના ઘટાડા સાથે 20,453.83ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સિવાય કોસ્પીમાં 1.16 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. આ સિવાય શાંઘાઈ કોમ્પોઝિટ 0.21 ટકાના ઘટાડા સાથે 3,073.44ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. યુનાઈટેડ સ્પિરિટ્સ , બારબેક્યૂ નેશન હોસ્પિટાલિટી, જેએસડબ્લ્યૂ એનર્જી, એસવીપી ગ્લોબલ ટેક્સટાઈલ્સ, એન્જલ વન, કોલ ઇન્ડિયા, આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ માં રોકાણ કરવાથી હાલમાં ફાયદો થાય એમ છે. BSEની મિડ કેપ ડાઉન છે અને સ્મોલ કેપ ફ્લેટ છે. મિડકેપમાં ક્રિસિલ, અદાણી પાવર, જેએસડબલ્યુ એનર્જી, ઈન્ડિયા હોટેલ અને માઇન્ડ ટ્રી વધ્યા છે. જ્યારે એયુ બેન્ક, અશોક લેલેન્ડ, એપોલો હોસ્પિટલ્સ, ટાટા કોમ્યુનિકેશન્સ, ટાટા કન્ઝ્યુમર અને આરબીએલ બેન્ક ઘટ્યા હતા. મોબાઇલ પર, ઝી મીડિયા, ઇલ્ગી ઇક્વિપમેન્ટ, બાર્બેક સ્મોલ કેપ્સમાં વધ્યા.

Share Market down due to corona Virus and Riots in delhi | Stock Market  Today: बाजार पर कोरोना और विरोध प्रदर्शन का कहर, 40,000 के नीचे आया  सेंसेक्स | Patrika News

નિફ્ટીના 11 સેક્ટોરલ ઇન્ડેક્સમાંથી 1 ઉપર છે અને 10 ડાઉન છે. આમાં ઓટો, બેંક, ફાર્મા, પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંકમાં 1% થી વધુનો ઘટાડો છે. મીડિયા, એફએમસીજી, મેટલ અને રિયલ્ટીમાં નજીવો ઘટાડો થયો હતો. જ્યારે ITમાં થોડી વૃદ્ધિ જોવા મળી છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW