હાઈકોર્ટમાં આજે સાબરમતી નદી પ્રદૂષણ મામલે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફરી પ્રદૂષણ ફેલાવતા એકમો સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે જીપીસીબીની ઝાંટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું કે, કોર્ટે પ્રદૂષણ મુદ્દે ઘણા આદેશો કર્યાં છે. હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી છે કે તેના આધારે રાજ્યમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરે.

ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદી પ્રદૂષણ મામલે સુનવણી હાથ ધરવામાં આવી. જેમાં એક ઔદ્યોગિક એક દ્વારા અરજી કરવામાં આવી છે, કે જે પ્રમાણે અમદાવાદમાં ઔધોગિક એકમો સામે કાર્યવાહી થઈ છે. તે જ પ્રમાણે રાજ્યભરમાં પ્રદૂષણ ફેલાવતા એકમોના કનેક્શન આપવામાં આવે. જેથી જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને જસ્ટિસ વૈભવના માટેની ખંડપીઠે એકમના આ પ્રકારના વલણ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી. કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે, કોઈ અરજદાર આવીને હાઇકોર્ટને કહે મારું કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે. એટલે બધાને કનેક્શન કાપો, તે પ્રકારનું વલણ ન ચલાવી લેવાય. સાબરમતી નદી પ્રદૂષણ મામલે કોર્ટે ઘણાય ઓર્ડર કર્યા છે. હજારો કાગળના ઓર્ડર છે. જેના આધારે હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રાજ્યભરમાં અમલ કરવાની જવાબદારી છે.

હાઇકોર્ટના નિર્દેશ બાદ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ એનઈઆરઆઈને સીઈટીપી-એસટીપી પ્લાન્ટના નિરીક્ષણની કામગીરી સોંપી હતી. પરંતુ કોર્ટે તેની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. કારણ કે જીપીસીબીએ નેશનલ એન્વાયરમેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટને 90 લાખ રૂપિયા ચૂકવીને તેની પાસે આ પ્લાન્ટનું નિરિક્ષણ કરી તેને કેમ કરી સુધારો લાવી શકાય તે અંગે રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી સોંપી હતી. પરંતુ આ કામ સંતોષ પૂર્વક ન કરી હોવાનું સામે આવ્યું છે.

