Sunday, July 7, 2024
HomeGujaratસુરતમાં પોલીસ ઉપર હુમલો કરનાર વોન્ટેડની કલબ પર બુલડોઝર, હર્ષ સંઘવીએ આપ્યું...

સુરતમાં પોલીસ ઉપર હુમલો કરનાર વોન્ટેડની કલબ પર બુલડોઝર, હર્ષ સંઘવીએ આપ્યું મોટુ નિવેદન

સુરતમાં માથાભારે શખસના માણસોએ પોલીસની ટીમ ઉપર હુમલો કરીને આરીફને છોડાવી ગઈ હતી. આ ઘટના બાદ આજે પોલીસે હુમલો કરનાર શખસની ગેરકાયદે ચાલતી કલબ ઉપર જ બુલડોઝર ચલાવી દીધું હતું. તેમજ આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ અશાંતિ ફેલાવનારા સામે ઢીલાશ નહીં રખાય તેવું નિવેદન પણ આપ્યું છે.

સુરતનો વોન્ટેડ માથાભારે શખ્સ સજ્જુ કોઠારીના માણસોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. પોલીસ સુરતના રાંદેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારીના ભાઇ આરીફ કોઠારીને પકડવા ગઇ હતી. તે તે દરમિયાન સજ્જુ કોઠારીના માણસોએ પોલીસની ટીમ પર હુમલો કરીને આરીફને છોડાવી લીધો હતો. આ મામલે પોલીસે કડક કાર્યવાહીના ભાગરુપે આરીફના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધુ. અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણ પર હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું હતું.

આ મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સુરતના રાંદેર વિસ્તારમાં આરીફ નામનો વ્યક્તિ જુગારનો અડ્ડો ચલાવતો હતો. આ મામલે મનપા અને પોલીસે કાર્યવાહી કરી છે. ગુજરાતમાં સલામતીમાં સુરત અવ્વલ નંબરે છે. અશાંતિ ફેલાવનાર એક પણ સામે ઢીલાશ રખાશે નહીં. ગેરકાયદેસર કામ કરનાર અનેક સામે ગુજસીટોક મુજબ કાર્યવાહી કરી. તેમજ સુરત, અમદાવાદ, રાજકોટ, મોરબીમાં કાર્યવાહી ચાલી રહી છે. સરકારી જગ્યા પર કબ્જો કરનારના મકાન પર પોલીસના બુલડોઝર ચાલ્યા છે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,704FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW