HomeGujaratરાજકોટમાં 2 નવા ડેમ બનાવવા દરખાસ્ત, સોમવારે લેવાશે નિર્ણય

રાજકોટમાં 2 નવા ડેમ બનાવવા દરખાસ્ત, સોમવારે લેવાશે નિર્ણય

દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ રાજકોટમાં પીવાના પાણીની તંગી સર્જાય છે. ત્યારે રાજકોટમાં બે નવા ડેમો બનાવવા માટે દરખાસ્ત મુકાઈ છે. જેનો નિર્ણય આગામી સોમવારે મળનારી જિલ્લા પાણી કમિટીની બેઠકમાં લેવાશે. તેમજ એક ડેમ બામણબોર પાસે તો બીજો આજી ડેમ પાસે બનાવાશે. શહેરને અત્યારે આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમમાંથી પાણી પુરૂ પડાઈ રહ્યું છે.

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની ઘટ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે કલેકટર અરુણ મહેશ બાબુએ પાણી સમિતિની બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદાર તેમજ ટી.ડી.ઓ.ને તાકીદ કરી હતી. કલેકટરે તાલુકાવાઈઝ પીવાના પાણીના પ્રવર્તમાન સોર્સ અને ઉપલબ્ધ પાણીના જથ્થા અંગે માહિતી મેળવી હાલના સમયમાં દરેક ગામમાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું.

ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના વિસ્તારમાં પીવાના પાણીના પૂરતા સ્ત્રોત ઉપલબ્ધ છે. જયારે જસદણ અને વિંછીયા સહિતના વિસ્તારમાં જરૂર પડ્યે પાણીના ટેન્કર શરુ કરવા કલેકટર દ્વારા જણાવાયું હતું. જિલ્લા પાણી સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા કક્ષાએ સમિતિની રીવ્યુ બેઠક સમયાંતરે કરી જરૂરી એક્શન પ્લાન તૈયાર કરવા જણાવાયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW