મહાનગર સુરતમાંથી લગ્ન બાદ પતિએ કરિયાવરમાં રૂ.50 લાખની માંગ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવક સાથે દીકરીના લગ્ન કરાવ્યા બાદ બંને નવદંપતિ 10 દિવસ હનિમૂન માટે આંદામાન નિકોબાર ગયા હતા.પાંચ દિવસ બાદ પતિ અને સાસુ-સસરા અમેરિકા ચાલ્યા ગયા હતા. પતિ પણ અમેરિકાથી પહેલી વર્ષગાંઠ પર પરત આવ્યો હતો. પછી ફરી અમેરિકા જતો રહ્યો હતો. આ અંગે પતિ અને સાસરિયા સામે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરત શહેરના પિપલોદ વિસ્તારમાં રહેતી 26 વર્ષની યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં સ્ત્રી અત્યાચાર અને કરિયાવરની માંગ કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, એના લગ્ન જહાંગીરપુરા ઈચ્છાનાથ સોસાયટીમાં રહેતા તથા અમેરિકા સ્થાયી થયેલા કંદર્પ મિસ્ત્રી સાથે ફેબ્રુઆરી 20220માં થયા હતા. લગ્ન બાદ આંદામાન નિકોબારમાં હનિમૂન મનાવ્યા બાદ પત્નીને સુરત મૂકીને કંદર્પ, માતા-પિતા સાથે અમેરિકા જતો રહ્યો હતો. થોડા સમય બાદ પત્નીને અમેરિકા લાવવા માટેની ફાઈલ મૂકશે એવું કહ્યું હતું. એક વર્ષ સુધી આ યુવાન સુરત આવ્યો ન હતો.

આ સાથે તેમણે રૂ.50 લાખના દહેજની માંગ કરી છે. પહેલી વર્ષગાંઠ પર પતિ થોડા દિવસ માટે યુવતીને દુબઈ લઈ જઈને સુરત પરત મૂકી ગયો હતો. અમેરિકા પાછા ફરતા જ તેણે પોતાના સાસુ સસરા પાસે રૂ.50 લાખ લઈને આવવા માટે દબાણ કર્યું હતું. સુરતમાં રહેતા કાક અને કાકી સાસુએ પણ આમા મદદગારી કરી હતી. અમેરિકા બોલાવવા માટે યુવાને જે ફાઈલ મૂકી હતી એ પણ કેન્સલ કરી દીધી હતી. આ અંગે મહિલાઓ સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે પણ મહિલાની ફરિયાદ લઈને પતિ તેમજ સાસુ સસરા સામે કાયેદસરના પગલાં લેવા તજવીજ શરૂ કરી દીધી છે.
મહાનગરમાંથી સ્ત્રીઓ પર થતા અત્યાચારના કેસ વધી રહ્યા છે. ખાસ કરીને લગ્ન બાદ પુત્રવધૂ પર ખોટી રીતે હેરાન પરેશાન કરવાના કેસ વધી રહ્યા છે. બીજી બાજું સમાજમાં એવા પણ લોકો છે જે કરિયાવર માંગીને આર્થિક રીતે નબળા વર્ગની દીકરીના પેટ પર પાટા મારે છે. સુરતમાં આ કોઈ પહેલો કિસ્સો નથી. અમદાવાદમાં પણ વિદેશના સપના દેખાડીને ખોટી રીતે પૈસા માંગવાના કેસ ઘણા નોંધાયેલા છે.

