HomeGujaratદિયોદરની બનાસડેરીના પ્લાન્ટનું વડાપ્રધાન મોદીએ નિરિક્ષણ કર્યું, 'શ્વવેત ક્રાંતિનો રંગ, બનાસકાંઠાને સંગ'

દિયોદરની બનાસડેરીના પ્લાન્ટનું વડાપ્રધાન મોદીએ નિરિક્ષણ કર્યું, ‘શ્વવેત ક્રાંતિનો રંગ, બનાસકાંઠાને સંગ’

સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં બનાવેલી બીજી ડેરીનું યુનિટ ચાલું કર્યું છે. જેનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્યું છે. ગુજરાત મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન મોદી બનાસડેરીની મુલાકાતે પહોંચ્યા છે. દિયોદરમાં વિશાળ જનમેદની વચ્ચે વડાપ્રધાનના હસ્તે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ કરાયુ છે.

‘શ્વવેત ક્રાંતિનો રંગ, બનાસકાંઠાને સંગ’ સુત્ર સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાન મોદીના હસ્તે બનાસડેરીના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં કરાયું છે. વડાપ્રધાન મોદીએ એક કોફી ટેબલ બુકનું પણ વિમોચન કર્યું હતું. એક પશુપાલક મહિલાએ લાડીલા વડાપ્રધાનના ઓવારણા લીધા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. ત્યારે પીએમ મોદીએ બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું બટન દબાવીને લોકાર્પણ કર્યું છે. બનાસકાંઠાની મુલાકાત પહેલા પીએમએ ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું કેહું ફરીથી બનાસ ડેરી જઈ રહ્યો છું. છેલ્લે મે 2016માં ડેરીની મુલાકાત લીધી હતી.

તો2013માં પણ હું બનાસ ડેરી ગયો હતો. સાથે જ તેમણે ટ્વીટ કર્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં બનાસ ડેરીએ સ્થાનિકોનું સશક્તિકરણ કર્યું છે. ખાસ કરીને ખેડૂતો અને સ્ત્રીઓના સશક્તિકરણમાં બનાસ ડેરીનો મોટા હાથ છે. કંઈક નવું કરવાનો ઉત્સાહ બનાસડેરીની ટીમમાં છે. પીએમ મોદી બનાસ ડેરીના નવા પ્લાન્ટને ખુલ્લો મૂકવાના છે. 4 ગોબર ગેસ પ્લાન્ટનું પણ ભૂમિ પૂજન કરશે. 18 મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-19ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે.આ પ્લાન્ટના લોકાર્પણ કર્યું હતું અને હાજર જનમેદનીને સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે
પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને જે જાણકારી મળી એનાથી ખૂબ પ્રભાવિત છું. ડેરીના તમામ સાથી અને બધાને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ભારતમાં ગામડાંની અર્થવ્યવસ્થાને સ્ત્રી સશક્તિકરણને કેવી રીતે વેગ આપી શકાય,
આત્મનિર્ભરતાને કેવી રીતે વેગ આપી શકાય એનો અનુભવ કર્યો હતો ,વારાણસીમાં બનાસ સંકુલ કરવાનો અવસર મળ્યો
બનાસડેરી દિલથી આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે કાશીમાં આવી ખેડૂત અને પશુ પાલકોની સેવા કરવાનો સંકલ્પ કર્યો
આના માટે કાશીના સાંસદ પદ પરથી બનાસડેરીનો ઋણી છું. ધન્યવાદ કરૂ છું.આ પ્રસંગે આવીને મારી ખુશી અનેકગણી વધી છે. જે કંઈ શિલાન્યાસ કરાયો છે. ભાવિનું એક ઉત્તમ ઉદાહરણ છે.બનાસડેરીએ સિદ્ધ કર્યું છે કે, સ્થાનિક ખેડૂતોની આવક વધારવા માટે બીજા સંસાધનનો ઉપયોગ કરી શકાય,બનાસડેરીએ દૂધ અને બટાટા વચ્ચેનો સંબંધ જોડ્યો.આલુ ટિક્કી, ફ્રેન્ચ ફ્રાય, બર્ગર પેટીસ જેવા ઉત્પાદનો કિસાનોના સાર્મથ છે.ઓછી વરસાદ ધરાવતા જિલ્લાની તાકત મહેસાણી ભેંસ અને બાટાટાથી કેવી રીતે ખેડૂતનું નસીબ બદલાય છે એનું આ ઉદાહરણ છે. તેમ જણાવ્યું હતું આ ઉપરાંત તેઓએ જણાવ્યુ હતું કે બટાટાના ખેડૂતોને કરોડોની કમાણી કરાવનું એક ક્ષેત્ર ખુલી ગયું છે.જાણને સારૂ લાગ્યું કે, અહીંની મગફળી અને સરસોને લઈને ડેરીએ સારી યોજના બનાવી છે
ખાદ્યતેલમાં આત્મનિર્ભર બનાવવા માટે સંસ્થા ઘણી મહેનત કરી રહી છે.આ ખેડૂતો માટે મોટું પ્રોત્સાહન છે. ગોવર્ધનના માધ્યમથી એક સાથે ઘણા લક્ષ્યો પ્રાપ્ત થઈ રહ્યા છે. પશુપાલકોને ગોબરના ભાવ મળી રહ્યા છે. જૈવિક ખાદ્યથી ખેડૂતોને મદદ મળી રહી છે.
આ પ્રકારના પ્રયાસ બનાસડેરીના પ્રયાસ સમગ્ર દેશમાં પહોંચશે ત્યારે ગ્રામ્ય વિસ્તારો મજબુત થશે.ગુજરાત આજે સફળતાની જે ઊંચાઈ પર છે જેનો અનુભવ દરેક ગુજરાતી કરી રહ્યા છે.આનો અનુભવ મને થયો. ગુજરાતની આવી રહેલી પેઢી એજ્યુકેટ કરવા વિદ્યા સમીક્ષા કેન્દ્ર તાકાત બની રહ્યું છે.જે દુનિયા માટે એક અજાઈબી છે. ગુજરાત સરકારના વિસેષ નિમંત્રણ પણ ખાસ મુલાકાત લેવા માટે ગયોસરકારી યોજનાઓના લાભાર્થી, પશુપાલક બહેનો સાથે વાતચીત કરી હતી

બનાસકાંઠા બાદ આજે જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. જામનગરમાં WHO ના પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે મોરિશિયસના પીએમ અને WHOના મહાનિર્દેશક ઉપસ્થિત રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW