માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામ નજીકથી નીકળતા રોડ પર બેફામ દોડતા ટ્રક લોકો માટે જીવના જોખમ બન્યા છે માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામમાં રહેતા શાંતિબેન ધરમશીભાઈ ઉપાસરીયા નામના વૃદ્ધા સોમવારના રોજ રસ્તો ઓળંગી રહ્યા હતા તે દરમિયાન જીજે 36 વી 5216 નંબરના ટ્રકના ચાલકે શાંતિબેને ઠોકર મારી હતી. ઘટનામાં મહિલાને માથા અને પેટના ભાગે ગંભીર ઈજા પહોચતા ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર દેવસીભાઈ ધરમશી ભાઈ ઉપસરિયાએ માળિયા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

