HomeGujaratCentral Gujaratકાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી,અહીં વાતાવરણ પલટાશે

કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી,અહીં વાતાવરણ પલટાશે

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે એક મહત્ત્વની આગાહી કરી છે. ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં હવમાનમાં પલટો આવી શકે છે. હવમાન ખાતાના જણાવ્યા અનુસાર તા.20 અને 21 એપ્રિલના રોજ કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 2 દિવસ સુધી વરસાદી ઝાપટાની પૂરી શક્યતાઓ છે. હવમાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતાઓ છે. ચોમાસાની શરૂઆતમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદ થાય એવી સંભાવના છે.

જ્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ આ સીઝન દરમિયાન વરસાદ થઈ શકે. આ વરસાદ સમો સૂતરો રહી શકે છે. એપ્રિલ મહિલનાથી વાતાવરણ પલટાશે. તા.17 મે સુધી હવામાન હુંફાળું રહેશે. જોકે, દેશના હવમાન ખાતાએ પણ એવી આગાહી કરી હતી કે, આ વખતે ચોમાસું વહેલું શરૂ થશે. તા.25 મેથી તા.8 જૂન સુધીના સમયમાં સારો વરસાદ પડી શકે છે. બે દિવસ પૂર્વે ખાનગી એજન્સી સ્કાયમેટે પણ ચોમાસાને લઈને રાહતના વાવડ આપ્યા હતા. સ્કાયમેટના રીપોર્ટ અનુસાર આ વખતે ચોમાસું સામાન્ય રહેશે પણ સારૂ રહેશે. ચોમાસાને લીઈને પહેલું પૂર્વાનુમાન સ્કાયમેટે જાહેર કર્યું હતું. ચાર મહિનામાં કુલ 98 ટકા વરસાદ પડવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 880.60 મીમી વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે ઉત્તર ભારતમાં સારો એવો વરસાદ થઈ શકે છે. તા.21 ફેબ્રુઆરીના રોજ સ્કાયમેટે આ રીપોર્ટ જાહેર કર્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ બંને પ્રાંતમાં પરસેવા છોડાવી દે એવી ગરમી પડી રહી છે. બપોરના સમયે રીતસરના હેટવેવનો અહેસાસ થાય છે. મહાનગર અમદાવાદની વાત કરવામાં આવે તો બપોરે તડકો આકરો લાગી રહ્યો છે. વહેલી સવારે થોડો ભેજ હોવાને કારણે થોડા સમય માટે ટાઢકનો અનુભવ થાય છે. પણ સૂર્યોદય થતા જ ગરમીનો અહેસાસ થાય છે.

સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં વાતાવરણ ગરમ રહ્યું છે. જ્યારે જૂનાગઢમાં બફારા અને ગરમીએ લોકોને રીતસરના અકળાવી નાંખ્યા છે. આ વખતે જો વહેલું ચોમાસું શરૂ થશે તો કેરીની સીઝન લાંબી નહીં ચાલે. એપ્રિલ મહિનો પૂરો થવામાં અઠવાડિયાની વાર છે તેમ છતાં હજુ સુધી ખાવા લાયક કેરીના દર્શન થયા નથી. જ્યારે અથાણા અને સલાડ માટેની કાચી કેરી પણ લિમિટેડ મળી રહી છે. સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં કેરી માર્કેટ સુધી આવી જાય છે. પણ આ વખતે સીઝન મોડી શરૂ થવાને કારણે કેરીના પાકને અસર થઈ છે. એવામાં જો હજું સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ થયો તો પાક બગડવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW