HomeGujaratટંકારાના વાઘગઢની શેરીઓના નામ સ્વતંત્રતા સેનાની અને સાધુ સંતોના નામ પર...

ટંકારાના વાઘગઢની શેરીઓના નામ સ્વતંત્રતા સેનાની અને સાધુ સંતોના નામ પર રખાયા


મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વાઘ ગઢ ગામમાં ગત હનુમાન જયંતિના રોજ હનુમાનજીની પૂજા અર્ચના શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગ્રામજનોએ આવનારી પેઢી દેશની સંસ્કૃતિમાં જતનમાં મહત્વની ભૂમિકા ભજવનાર સાધુ સંતો અને દેશની આઝાદીમાં અમુલ્ય ફાળો આપનાર સ્વતંત્રતા સનાનીઓના નામથી જાણીતી થાય તેવાં હેતુથી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય રમણીક વડાવીયાની પ્રેરણાથી ગામની તમામ શેરીના નામ આ સ્વતંત્રતા સેનાની અને સાધુ સંતોના નામ પર રાખવામાં આવી હતીએ ને હનુમાન જયંતિ ના દિવસે આ તમામ શેરીનું નામ કરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાઘગઢ ગામને આર્થિક યોગદાન આપનાર તથા સતત ગામને સ્વચ્છ અને હરિયાળુ બનાવવામાં સતત ખેવના રાખનાર વડીલો, બહેનો અને માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમની છેલ્લા પંદર દિવસથી આખા ગામને રંગરોગના કરવા આવી રહ્યું છે આ સામુહિક કાર્યને ગ્રામજનોએ વધાવીને ગામને ચોખ્ખું ચણાક બનાવી દીધું હતું જેવું બનાવી દીધું હતું . ગામને ચોખ્ખુ વ્હાઇટ હાઉસ બનાવી દેવાની તમામ જવાબદારી મહેન્દ્રભાઈ ભીખાભાઇ બારૈયાએ લીધી હતી .આ કાર્ય કરવા માટેનો રંગરોગાન કરવાનો તમામ ખર્ચ પ્રખર આર્ય વિચારક ,આર્ય વિદ્યાલયના પ્રમુખ માવજીભાઈ અમરશીભાઈ દલસાણીયા લીધી હટી રતના મહાપુરૂષો પરથી શેરીઓના નામ રાખવા પાછળનું તમામ ખર્ચ ગામવિકાસમાં હરહંમેશ એકકદમ આગળ એવા કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા દ્રારા કરવામાં આવ્યો હતો .
આ કાર્યને બિરદાવવા વાઘગઢ ગ્રામ પંચાયતના સરપંચ વલ્લભભાઈ બારૈયા,ઉપ સરપંચ જયેશભાઇ અને પંચાયત બોડી તથા તલાટી મંત્રી શીતલબેન દ્રારા આ કાર્યમાં સહયોગ આપનાર શ્રમદાન કરનાર વડીલો માતાઓ તથા દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW