દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના કારણે અચાનક કેસોમાં વધારો થયો છે. હવે કોરોનાને દુર કરવા માટે કેન્દ્ર સરકારે ગટરના પાણીના સેમ્પલો લઈને ચકાસણી કરાઈ રહી છે. તેમજ આ અંગે રાજ્ય સરકારને પણ સૂચના આપી દેવામાં છે. તથા કોરોના વાયરસની તપાસ માટે સેન્ટીનલ સાઈટો ઉપરથી ગટરના સેમ્પલો મોકલવા માટે રાજ્યની સરકારોને આદેશ અપાયા છે.

નોવેલ કોરોના વાયરસના નવા વેરિયન્ટની ઓળખ માટે બે પ્રકારની રણનીતિનો અમલ કરવાનો કેન્દ્ર સરકારે રાજ્યોને જણાવ્યું છે. પહેલી રણનીતિમાં સેકન્ડરી હોસ્પિટલો શરુ કરવી જોઈએ જેમાં ઈન્ફ્લુએન્જા પ્રકારની બીમારીઓની સારવાર થતી હોય અને એક્યુટ રેસ્પીરેટરી ઈન્ફેક્શન ક્લિનિક પણ શરુ કરવી જોઈએ. કેન્દ્ર સરકારે જણાવ્યું કે આ હોસ્પિટલ ઓપીડી પ્રકારની હોવી જોઈએ જ્યાં ઈન્ફ્લુએન્ઝાના લક્ષણો ધરાવતા દર્દીઓ જઈ શકે. રાજ્યોએ 100 ટકા આરટી-પીસીઆર ટેસ્ટીંગ કરવું જોઈએ તેવું પણ કેન્દ્ર સરકારે જણાવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને બીજી રણનીતિ આપતા જણાવ્યું કે ગટરના પાણીના સેમ્પલોમાંથી ઓળખ થયેલા વેરિયન્ટ પર દેખરેખ માટે નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ કોર્ડિનેટિંગ એજન્સી રહેશે.

કેન્દ્ર સરકાર ગટરના પાણીમાંથી કોરોનાની તપાસ કરવા માગે છે કારણ કે ગટરના પાણીમાં કોરોનાના નવા વેરિયન્ટની ઓળખ કરી શકે છે. ગંદા પાણીમાં વાયરસના સ્તરનું માપ કાઢીને સ્થાનિક હેલ્થ ઓથોરિટી નવા ક્લસ્ટર્સના ફેલાવા પર વહેલા ચેતી શકે છે. હાલમાં એકમાત્ર કર્ણાટકમાં ગટરના પાણી દ્વારા કોરોના તપાસ કરાઈ રહી છે. ગટરના પાણીમાં કોરોના વાયરસ છૂપાઈ રહેતો હોય છે, આવા કિસ્સામાં વેળાસર ખબર પડે તો તેનાથી તેનો મોટો ફેલાવો રોકાઈ શકે તેમ છે. હાલમાં દેશમાં એકમાત્ર કર્ણાટકમાં ગટરના પાણીમાંથી કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે. હવે કેન્દ્ર સરકાર તેને આખા દેશમાં લાગુ પાડવા માગે છે અને તેથી તમામ રાજ્યોને હવે ગટરના પાણીના સેમ્પલો સેન્ટિનલ સાઈટ પર મોકલવાનું જણાવ્યું છે.

