Sunday, July 7, 2024
HomeGujarat19 વેપારીઓ પાસેથી ડ્રેસ સહિતની ખરીદી કરી પંજાબના શખસે લગાવ્યો રૂપિયા 46.18...

19 વેપારીઓ પાસેથી ડ્રેસ સહિતની ખરીદી કરી પંજાબના શખસે લગાવ્યો રૂપિયા 46.18 લાખનો ચુનો

સુરતમાં પંજાબના શખસે 19 જેટલા વેપારી પાસેથી ડ્રેસ, સૂટ, કાપડની ખરીદી કરીને રૂપિયા 46.18 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ અંગે વેપારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પંજાબના અમૃતસરના મજીયા રોડ બેન્ક એવન્યુમાં સીંગ બ્રધર્સના નામે રણજીતસીંગ કાપડનો વેપાર કરે છે. રણજીતસીંગે 14 જુલાઈથી 30 જુલાઈ 2018 દરમિયાન સુરતના રીંગરોડ સહારા દરવાજા સ્થિત રાધા ક્રિષ્ણા ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા 53 વર્ષીય વેપારી કેવલકિશનભાઈ નારાયણદાસ અસીજાએ રૂપિયા 2,38,284નું ડ્રેસ, સુટ, દુપટ્ટાનું કાપડ ખરીદ્યું હતું પણ નિર્ધારીત સમયે તેનું પેમેન્ટ કર્યું નહોતું.

રણજીતસીંગે કેવલકિશનભાઈ ઉપરાંત સુરતના જુદા-જુદા માર્કેટના અન્ય 18 વેપારીઓ પાસેથી પણ રૂપિયા 43,79,856નું કાપડ ખરીદી કુલ રૂપિયા 46,18,149 પેમેન્ટ કર્યું ન હતું. છેવટે ગતરોજ કેવલકિશનભાઈએ રણજીતસીંગ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,704FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW