HomeGujaratભરઉનાળે વધુ એક પાણીકાપ, રાજકોટમાં આ વૉર્ડના લોકો રહેશે પાણીવિહોણા

ભરઉનાળે વધુ એક પાણીકાપ, રાજકોટમાં આ વૉર્ડના લોકો રહેશે પાણીવિહોણા

ભરઉનાળે પાણીની સમસ્યા લોકોની હાડમારી વધારી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં પાણી માટે લોકો પરેશાન થઈ રહ્યા છે. પણ રાજકોટાના નેતાઓ દાવો કરતા હતા કે, આ ઉનાળે પાણની અછત ઊભી નહીં થાય. હજુ તો ઉનાળાનો પહેલો તબક્કો છે ત્યાં પાણીની મુશ્કેલી ઊભી થઈ છે. માગ વધવા છતા મહાનગર પાલિકા સપ્લાય કરતું નથી. જેના કારણે લોકોની પીડા વધી ગઈ છે. બીજી બાજું કોર્પોરેશન વિસ્તારમાં આવેલા નવા વિસ્તારમાં દરરોજ 300 ટેન્કર દોડ છે કારણ કે પાઈપલાઈન પહોંચી નથી.

કાળઝાળ ગરમીની સીઝનમાં હવે રાજકોટના વૉર્ડ નં.10,11 અને 8ના લોકો પાણી વગરના રહેશે. આ વૉર્ડના જુદા જુદા વિસ્તારમાં પાણી ન મળતા લોકોની મુશ્કેલી વધશે. ઉનાળાની ગરમીમાં પાણી કાપ ઝીંકી દેવાયો છે. ખાસ કરીને પુનિતનગર અને ચંદ્રેશનગરના ભાગ હેઠળ આવતા 600 એમ.એમ. ડાયા એમ.એસ.ની સપ્લાય પાઈપ લાઈન નાનામવા સર્કલ સુધી આવતી હોવાથી તેને શિફ્ટ કરવાની કામગીરી પૂરી થવામાં છે. જેનું જોડાણ કરવાનું હતું એટલે આટલા વૉર્ડમાં પાણી વિતરણ બંધ રખાયું છે. રાજકોટમાં દરરોજ રોજ 300 MLD જેટલા પાણીનું વિતરણ કરવામાં આવે છે. બીજી તરફ શહેરમાં નવા ભળેલા વિસ્તારો અને વર્ષોથી છેવાડે રહેલા ઘણા વિસ્તારોમાં પાણીના ટેન્કર દોડી રહ્યા છે. કારણ કે પૂરતી પાઈપલાઈનનો અભાવ છે. આગામી દિવસોમાં નવા ભળેલા વિસ્તારમાં જરૂર મુજબ ટેન્કર વધારવા કોર્પો.ની તૈયારી છે. દર વર્ષે મહાપાલિકા દ્વારા પાઇપલાઇન વિહોણા વિસ્તારો, ઝુંપડપટ્ટીઓ, અંતરીયાળ વિસ્તાર માટે પાણીના ફેરાના કોન્ટ્રાકટ આપવામાં આવે છે.

આ વિસ્તારમાં પાણી નહીં આવે
ન્યુ. કોલેજવાડી, રામધામ, સરકારી વસાહત, સામ્રાજય એપાર્ટમેન્ટ્, નવજયોત પાર્ક, જગન્નાસથ, સિલ્વર એવન્યુ, એ.પી.પ્લો ટ, જયગીત સોસાયટી, સાંઇનગર, નારાયણનગર, બ્રહ્મકુંજ સોસાયટી, ગુલાબવિહાર, અમરનાથ મહાદેવ રોડ, સાકેત પાર્ક, નાનામવા આવાસ, આવકાર એવન્યું, ગંગદેવ પાર્ક, ચૈતન્ય બંગલો, ગોલ્ડન પાર્ક, શ્રી રાજ રેસીડેન્સી, સૈારભ બંગલો, ફોરફિલ્ડ એપાર્ટમેન્ટ, ઇન્દ્રલોક રેસીડેન્સી અને પ્રદ્યુમન પાર્ક જે વૉર્ડમાં નં 8માં આવે છે.

શિવ દ્રષ્ટિ, સત્યમ પાર્ક, બેકબોન હાઇટસ, દિપવન પાર્ક, જય પાર્ક, શિવમ પાર્ક, પાવન પાર્ક, સ્વાતિ પાર્ક, શિલ્પન રીગાલીયા, આસોપાલવ સ્પ્રીંગ એપાર્ટમેન્ટ, મારૂતિ પાર્ક, નિધિ કર્મચારી સોસાયટી, શ્રીજી હેરીટેજ, અલય પાર્ક-1, શ્યામલ વિહાર, શિવ આરાધના, ફુલવાડી પાર્ક, સગુન રેસીડેન્સી, અલય પાર્ક, આલાપ હેરીટેજ, શ્રીજી પાર્ક, મારૂતિ મેઇન રોડ જે વૉર્ડ નં.10માં આવે છે.

વલ્લભ વિદ્યાનગર, લક્ષ્મી સોસાયટી, બેકબોન પાર્ક, ગોવિંદરત્નમ સોસાયટી, ગોવિંદરત્ન બંગ્લોરઝ, આર.જી.બંગલો, ગોવિંદરત્ન આવાસ, ગોવિંદરત્ન વિલા, તાપસ સોસાયટી, અર્જુન પાર્ક, અર્જુન પાર્ક આવાસ, ઉપાસના, સરદાર પટેલ પાર્ક-2, સાગર ચોક આવાસ,તુલશી પાર્ક (નાનામવા) સિલ્વર ગોલ્ડા રેસીડેન્સીઝ, અલય પાર્ક-(એ) અને (બી), ગોવિંદ પાર્ક, તિરૂપતિ પાર્ક, હરિદ્વાર હાઇટસ, નાના મવા ગામતળ, શાસ્ત્રી નગર (અજમેરા), જમના હેરીટેજ મેઇન રોડ, કલ્યાણ પાર્ક.માં બે દિવસ સુધી પાણી ન આવતા મુશ્કેલી વધવાની છે. બીજી બાજું ડેમમાં પૂરતો જથ્થો પણ હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW