HomeGujaratમોરબીમાં આપે હાથ ધર્યું જર્જરિત શાળાઓની માહિતી બહાર લાવવાનું અભિયાન,વોટ્સએપ નંબર કર્યો...

મોરબીમાં આપે હાથ ધર્યું જર્જરિત શાળાઓની માહિતી બહાર લાવવાનું અભિયાન,વોટ્સએપ નંબર કર્યો જાહેર

આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની શાળા કોલેજની કથળતી સ્થિતિ અંગે ઝુંબેશ ઉપાડી છે. અને રાજ્યની અલગ અલગ શાળામાં રૂબરૂ જઈ તેની મુલાકાત લઈ શાળાની સ્થિતિ સુધારવા સરકારને રજુઆત કરી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ જ્યારે ગુજરાતના પ્રવાસ કરી ભાવનગરની અમુક સ્કૂલો ની મુલાકાત કરી અને તે સમયે આમ આદમી પાર્ટી દ્વારા એક whatsapp નંબર જાહેર કરવામાં આવ્યો હતો જે નંબર પર તમામ કાર્યકર્તાઓ દ્વારા તેના ક્ષેત્રની તમામ સ્કૂલો ની મુલાકાત લઇ અને જે સ્કુલોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ હોય અથવા એ સ્કૂલનો બિલ્ડીંગ ખરાબ હોય તો તેમના ફોટા અને વિડીયો બનાવી તે નંબર પર મોકલવા જેથી કરી તે તમામ વિગતો આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પ્રધાનમંત્રી સુધી પહોંચાડી શકે. આ બાબતે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ મોરબી જિલ્લા પ્રભારી શિવાજી ભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા ના માર્ગદર્શન હેઠળ વોટ્પસ એપ નંબર જાહેર કરી લોકોને તેમના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં આવેલ જર્જરિત શાળાના ફોટો મોકલવા અપીલ કરવામાં આવ્યો છે આ તકે પરેશ પારિયા, ચેતનભાઇ લોરીયા મોરબી જિલ્લા મંત્રી તથા ભવદીપ સિંહ ઝાલા મોરબી શહેર યુવા પ્રમુખ એ સંબોધી હતી જેમાં મોરબી જિલ્લા ટીમ, મોરબી જિલ્લા સોશિયલ મીડિયા ટીમ તથા કાર્યકર્તાઓ હાજર હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW