HomeGujaratસરકાર માંગ પૂરી કરે નહીંતર ફરી આંદોલન થશે એવી જીજ્ઞેશ મેવાણીની ચિમકી

સરકાર માંગ પૂરી કરે નહીંતર ફરી આંદોલન થશે એવી જીજ્ઞેશ મેવાણીની ચિમકી

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં આંદોલનની ચિમકીઓ વધી રહી છે. પાટીદાર સમાજ સામે થયેલા આંદોલન હેઠળ સરકાર તરફથી કેસ પાછા ખેંચવામાં આવી રહ્યા છે. હવે દલિત સમાજ પર સરકાર સામે મેદાને ઊતર્યો છે. ડૉ.આંબેડકરની જન્મ જયંતી નિમિતે તા.14 ના રોજ 14 માંગ સાથે વધુ એક મહાઆંદોલનની ચિમકી મેવાણીએ ઉચ્ચારી છે. દલિત સમાજ પર થયેલા અત્યાચારમાં થાનગઢ સંજય પ્રસાદ કમિટીનો રીપોર્ટ જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે.

બીજી બાજું રાજ્યમાં સરકારી યોજનાનો લાભ આઠ ટકા સુધી લઈ જવાની માંગ કરવામાં આવી છે. આ સાથે દરેક વોર્ડમાં અંગ્રેજી સ્કૂલ, દલિત સમાજ પર થયેલા કેસ પાછા ખેંચવા એમ અલગ અલગ 14 માંગ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તરફથી એક વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મેવાણીએ ખાસ હાજરી આપી હતી. આ સાથે એવું પણ કહ્યું હતું કે, જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે. મેવાણીએ કહ્યું હતું કે, ડૉ. આંબેડકરે દેશને એક શ્રેષ્ઠ બંધારણ આપ્યું છે. બંધારણના કેટલાક મૂળભૂત અધિકારો પણ આપ્યા. પણ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શાસનમાં આ અધિકારો દલિતો, આદિવાસીઓ, લઘુમતી વંચિતોને હજુ સુધી મળ્યા નથી. ધર્મ અને જાતિના નામે સમાજને વહેચવાની પ્રવૃતિ થઈ રહી છે.

ગુજરાતમાં જે રીતે ઉનાકાંડ થયો હતો. થાનગઢમાં હત્યાકાંડ થયો હતો. ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું હતું. સફાઈ કામદારોને ગટરમાં ઊતરીને કામ કરવું પડે છે આવા તો અનેક એવા 14 મુદ્દાઓ લઇને નવેસરથી માત્ર ઉજવણી નથી કરવી. પણ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ભાજપ સરકાર અને મોદી તથા પટેલની સરકારને પડકારીએ છીએ કે, જો અમારી 14 માંગ નહીં સંતોષાય તો ઉનાકાંડ વખતે દલિતોએ જે શક્તિ બતાવી હતી એવી એકતાનો પરચો ફરી કરવાના એંધાણ છે. પાટીદાર સમાજ માટે રાહતના વાવડ આવ્યા હતા કે, અનામત આંદોલન વખતે થયેલા કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. સેશન્સ કોર્ટમાંથી કેસ પરત ખેંચવા માટે સરકારે અરજી થઈ હતી. કુલ સાત વ્યક્તિઓ સામે જાહેર સંપત્તિને નુકસાન કરવા મુદ્દે કેસ થયો હતો.

આ છે માંગ
રાજ્યમાં ફિક્સ પગાર પ્રથા બંધ કરવાની પણ દલિત સમાજ દ્વારા માંગ
રાજ્યમાં સરકારી યોજનાનો લાભ 8 લાખ સુધી કરવા માંગ
દલિત સમાજ પર થયેલા અત્યાચારમાં થાનગઢ સંજયપ્રસાદ કમિટીનો રિપોર્ટ જાહેર કરવા માંગ
દરેક વોર્ડમાં સરકારી શાળામાં અંગ્રેજી શાળા રાખવા માંગ
અનુસૂચિત સમાજ પર થયેલા કેસ પરત ખેંચવા માંગ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW