HomeGujaratCentral Gujaratહાર્દિક પટેલને આમ આદમી પાર્ટીમાંથી ઓફર, ગોપાલ ઈટાલિયાએ કહ્યું હાર્દિકે….

હાર્દિક પટેલને આમ આદમી પાર્ટીમાંથી ઓફર, ગોપાલ ઈટાલિયાએ કહ્યું હાર્દિકે….

હાર્દિક પટેલે પોતાના જ પક્ષ કોંગ્રેસ સામે બાંયો ચઢાવી છે. જેના કારણે કેટલાક કોંગ્રેસના નેતાઓ એમની બેફામ વાણીથી નારાજ છે. કોંગ્રેસ હાઈકમાન્ડ અને હાર્દિક પટેલ સામસામે આવી ગયા છે. એવી સ્થિતિ છે. હાર્દિક પટેલની ફરિયાદને ગંભીરતાથી ન લેતા પાર્ટી છોડે તેવા સંકેત સામે આવ્યા છે. શક્યતાઓ ચર્ચાઈ રહી છે કે,આમ આદમી પાર્ટીમાં જોડાય. આ ચર્ચા વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને આપમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલનું સ્વાગત કરવા આમ આદમી પાર્ટી તૈયાર છે.

અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે સંઘર્ષની પાર્ટી છે આમ આદમી પાર્ટી. લોકો માટે લડીએ અને આવાજ ઉઠાવીએ છીએ. હાર્દિક પણ અમે માટે અવાજ ઉઠાવે છે. હાર્દિક જેવા લડવૈયાએ આમ આદમી પાર્ટી સાથે જોડાવવું જોઈએ. હાર્દિક સાથે સામાજિક રીતે જોડાયેલા છીએ, મારો મિત્ર છે હાર્દિક એટલે સમયાંતરે સંપર્કમાં રહેતા હોઈએ છીએ. અનેક પ્રકારની વાતચીત મારી અને હાર્દિક વચ્ચે થતી રહેતી હોય છે. જે પણ ગુજરાતની જનતા માટે લડવા માગે છે. એમનું સ્વાગત કરીએ છીએ. સૌ કોઈ આમ આદમી પાર્ટી સાથે ભાજપના અહંકારને ઉતારવા માટે જોડાય. તો ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા AIMIM ના અધ્યક્ષ પણ અમદાવાદ આવ્યા એ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ વખતે લડાઈ માત્ર બે પક્ષ વચ્ચે છે. ભાજપનો અહંકાર અને ગુજરાતની જનતા વચ્ચે ચૂંટણીમાં લડાઈ થશે. ગુજરાતની જનતા જીતશે. અમને હાર્દિક પટેલ સહિત સૌ કોઈ માટે લાગણી છે. સૌ અમારી સાથે જોડાય એવી અપીલ છે. રાજ્યમાં બે પક્ષની મોનોપોલી ચાલી રહી છે. ભાજપ અને કોંગ્રેસની ભ્રષ્ટતાની મોનોપોલી તોડવાની છે. આ ભ્રષ્ટાચારની મોનોપોલી તૂટશે તો જનતાને લાભ મળશે.

કદાચ હાર્દિક પક્ષપલટો કરે તો સમર્થકો કે મતદારોનો વિશ્વાસ તૂટે, જે ભૂતકાળમાં કોંગ્રેસથી ભાજપમાં જોડાયા એમની પર ખુદ હાર્દિક અલગ અલગ આક્ષેપો કરતા રહ્યા છે. શું હવે એવા આક્ષેપો હાર્દિક ઉપર પણ લાગશે. જો આપમાં જોડાય છે તો તેના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હાર્દિક પાર્ટીના સંગઠનમાં અત્યારે છે, જનતાએ એમને ચૂંટ્યા નથી. આ બે વાતમાં ફેર છે. જનતાના મતથી ધારાસભ્ય કે સંસદ હાર્દિક નથી બન્યા. હાર્દિક પક્ષના પદ પર છે એટલે એ અમારી સાથે જોડાય તો દ્રોહ ના કહી શકાય. એ જનતાના મતથી જીત્યો હોય અને પક્ષ બદલે તો અલગ વાત હોય શકે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW