Sunday, July 7, 2024
HomeGujaratઆપના નેતા ફિલ્મ જોવા ગયાને કારમાંથી 100 કરોડના કૌભાંડના ડોક્યુમેન્ટની બેગ ચોરાઈ

આપના નેતા ફિલ્મ જોવા ગયાને કારમાંથી 100 કરોડના કૌભાંડના ડોક્યુમેન્ટની બેગ ચોરાઈ

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી એક ટોકીઝમાં કેજીએફ ફિલ્મ જોવા ગયેલા આમ આદમી પાર્ટીના નગરસેવકની કારને તસ્કરોએ નિશાન બનાવી હતી. કારના કાચ તોડીને કારમાં રાખેલી મનપાના હાજરી કૌભાંડ, રીંગરોડ એસટીએમ માર્કેટના કૌભાંડના દસ્તાવેજોની ઝેરોક્ષ સહિતના મહત્વના કાગળો ભરેલી બેગની ચોરી થઈ છે. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

સરથાણા સિમાડા નાકા ભગવતી પેલેસમાં રહેતા વોર્ડ-નં ૩ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કનુભાઈ નાગજીભાઈ ગેડિયા (ઉ.વ.32) ગઈકાલે ચાર વાગ્યે તેના મિત્ર હરેશભાઈ રાઠોડ, મિલાપ જાગીયા સાથે અડાજણ સ્ટાર બજાર સિનેપોલીસમાં કેજીએફ ફિલ્મ જાવા માટે ગયા હતા. કનુભાઈએ તેમની હોન્ડા અમેજ ફોર વ્હીલ ગાડી સ્ટાર બજારની સામેના બ્રીજ નીચે પાર્ક કરી હતી. દરમ્યાન કનુભાઈ પીક્ચર જાઈને આવ્યા ત્યારે તેમની ગાડીના ડાબી બાજૂના પાછળના દરવાજાનો કાચ તૂટેલો હતો.

ગાડીમાંથી ગ્રે કલરની બેગમાં રાખેલા મનપા દ્વારા તેમને ઈશ્યુ કરવામાં આવેલ આઈકાર્ડ, પર્સનલ લેટરપેડની બૂક, મનપાના અધિકારીઓ સાથે કરેલા પત્ર વ્યવહારની નકલો, લોકો તરફથી મળેલ ફરિયાદોની નકલો, સુરત રીંગરોડ ઉપર આવેલ ઍસટીઍમ ટેક્ષટાઈલ માર્કેટ કૌભાંડના અગત્યના દસ્તાવેજાની ઝેરોક્ષ નકલો, મનપા દ્વારા સૌ કરોડના હાજરી કૌભાંડ અંગેના ડોક્યુમેન્ટની ઝેરોક્ષની નકલ બેગમાં હતી. બનાવ અંગે કનુભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આપના કોર્પોરેટર કનુ ગેડીયાએ ચોરી થયેલી બેગ અંગે આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાળાના ઘરના ગેટ પાસેથી બેગ કેવી રીતે મળી તે શંકાના દાયરામાં આવે છે. નવાઈની વાત એ છે કે ગાડીમાં લેપટોપ હતું પરંતુ તે ન ચોરાયું માત્ર ડોક્યુમેન્ટની બેગ ચોરાઈ હતી. એ બેગની અંદર ટેક્સટાઇલ માર્કેટ માટે જે જમીન આપવામાં આવી છે તેને લઈને થયેલા ડોકયુમેન્ટના પુરાવાવાળા કાગળ હતા. સુરત કોર્પોરેશનની અંદર ભૂતિયા કર્મચારીઓનું 100 કરોડનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ તમામ મહત્વના ડોક્યુમેન્ટ્સ હોવાને કારણે બેગની ચોરી થઇ હોય તેવી પૂરી શક્યતા છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,704FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW