HomeGujaratCentral Gujaratઠાકોરે કહ્યું આ મામલે હાર્દિક પટેલને બોલાવીને ખુલાસો લઈશું પણ નરેશ પટેલ...

ઠાકોરે કહ્યું આ મામલે હાર્દિક પટેલને બોલાવીને ખુલાસો લઈશું પણ નરેશ પટેલ તો…

ગુજરાતના રાજકારણમાં દિવસે દિવસે નાના પણ અસરકારક વળાંક સામે આવી રહ્યા છે. ખાસ કરીને તમામ જિલ્લાઓ પર બેઠક કબજે કરવા માટે કોંગ્રેસે બેઠકનો ધમધમાટ શરૂ કરી દીધો છે. એવા માહોલમાં રાજનેતાનું એક નિવેદન ટન જેટલું મહત્ત્વન ધરાવે છે. કોંગ્રેસના મોટા ગણાતા નેતા જગદીશ ઠાકોરે નરેશ પટેલ અંગે કહ્યું હતું કે, રાજનીતિમાં આવતા પહેલા તેઓ સામાજિક આગેવાનોને મળી રહ્યા છે. એમની પોતાની જે રણનીતિ જે અમને નક્કી કરવાની હોય એ સમગ્ર ગુજરાતમાં ચૌરે ને ચોટે દેખાઈ રહી છે.

બધાની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. ચર્ચા કરી રહ્યા છે. ક્યા પક્ષમાં જવું ક્યા પક્ષમાં ન જવું આ નિર્ણય માત્ર નરેશ પટેલ લઈ શકે. એટલા માટે જ્યાં સુધી નરેશભાઈ એ આ નિર્ણય ન લીધો હોય ત્યાં સુધી કોંગ્રેસ પાટીદારોનું અપમાન કરી રહી છે. એ નરેશ પટેલનું અપમાન કરી રહી છે. તેઓ આટલો સમય નિર્ણય લેવામાં કેમ કાઢી રહ્યા છે. એના સવાલના જવાબ હું માનું છું ત્યાં સુધી એ મીડિયામાં કહેવાના ન હોય. કેટલીક બાબતો એવી છે જે મીડિયા કે સમગ્ર લોકોના મુદ્દાઓ નથી હોતા. રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે 20 એપ્રિલ પહેલા નરેશ પટેલ જાહેરાત કરશે. જ્યાં સુધી નરેશ પટેલ નિર્ણણ ન લે ત્યાં સુધી કોંગ્રેસ કોઈ એલાન ન કરી શકે. હાર્દિક પટેલને પોતાના વિચારો હોઈ શકે એમણે કહ્યું એટલે અમે પૂછીશું.

હાર્દિક પટેલે કહ્યું હતું કે, હું ચૂંટણી લડીશ એ નક્કી છે પણ ક્યાંથી લડીશ એ હાલમાં નક્કી નથી. હાર્દિક પટેલને ક્યાંથી ટિકિટ આપવા મુદ્દે અને નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઈને અનેક પ્રશ્નો ચર્ચામાં છે. આ નિર્ણય હાઈકમાન્ડ કરશે એવું પણ તેમણે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને વીસનગરવાળા કેસમાં રાહત આપતા એમનો ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો છે. હાર્દિક પટેલના નિવેદનને રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે.

હાર્દિક પટેલે કહ્યું હતું કે, લોકસભા અને તાલુકા-જિલ્લાની ચૂંટણીમાં પણ અમારો ઉપયોગ ન થયો, હું માનું છું કે અમારો ઉપયોગ થવો જોઈતો હતો. જો નરેશ પટેલ પાર્ટીમાં આવે તો સારી રીતે ઉપયોગ થાય. પણ મારા જેવું નરેશ પટેલ સાથે ન થવું જોઈએ. કોંગ્રેસ હાઈકમાન્ડ નરેશ પટેલ અંગે તાત્કાલિક નિર્ણય લે તો સારૂં છે. હવે નરેશ પટેલને આ નિર્ણય લેવામાં કેમ મોડું થઈ રહ્યું છે એ મોટો પ્રશ્ન છે. જો હજું નિર્ણય લેવામાં મોડું કરશે તો એની છબીને નુકસાન થઈ શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW