Sunday, July 7, 2024
HomeGujaratખંભાતમાં થયેલી હિંસામાં અફઘાનિસ્તાન ક્નેક્શનની શંકા,IGએ કહી મોટી વાત

ખંભાતમાં થયેલી હિંસામાં અફઘાનિસ્તાન ક્નેક્શનની શંકા,IGએ કહી મોટી વાત

આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં તા.10 એપ્રિલના રોજ રામનવમીના દિવસે યોજાયેલી શોભાયાત્રામાં અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરીને શાંતિભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના ઘેરા પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. બંને ટોળું સામસામે આવી જતા પથ્થરમારો કરાયો હતો. જ્યારે કેટલાક તોફાની તત્ત્વોએ શહેરના જુદા જુદા એરિયામાં બે દુકાન અને બે લારીમાં આગચંપી કરી હતી. આ સિવાય એક મકાનમાં પણ આગ લગાવી દેવામાં આવી હતી. જ્યારે વાહનોમાં મોટી તોડફોડ થતા સમગ્રે ખંભાતમાં માહોલ સંવેદનશીલ બની ગયો હતો.

આ ઘટનાને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે ટીમ સાથે પહોંચ્યો હતો. ટોળાને વિખેરવા માટે ટીયરગેસના પાંચ સેલનું ફાયરિંગ કરાયું હતું. આ હિંસામાં પોલીસ જવાન સહિત પંદરથી વધારે લોકોને ઈજા પહોંચી છે. જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. હવે આ હિંસા કેસમાં અફઘાનિસ્તાન ક્નેક્શન હોવાનું સામે આવ્યું છે. જ્યારે ખંભાતમાં હિંસા થઈ ત્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ એક્ટિવ જોવાનું પોલીસ ટીમને જાણવા મળ્યું. જેના કેટલાક સ્ક્રિનશોટ પર વાયરલ થયા છે. હવે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે. અમદાવાદ રેન્જ આઈજી જી.વી.ચંદ્રશેખરે કહ્યું કે, અત્યારે કોઈ વાત કંન્ફર્મ નથી. આ બાબતે કંઈ નક્કી ન કહી શકાય.પણ તપાસ કર્યા બાદ જણાવવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર રામનવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ હિંસા ફેલાવવા માટે કાવતરૂ ઘડાયું હતું. જેમાં ત્રણ મૌલવી અને અન્ય બે શખ્સોએ આ કાવતરૂ ઘડ્યું હતું. આ પ્લાનને અંજામ આપવા માટે બહારથી પણ કેટલાક લોકોને બોલાવવામાં આવ્યા હતા. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં ખંભાત અને હિંમતનગરમાં થયેલી હિંસા અંગે ચર્ચા મંત્રીઓએ કરી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખંભાતની સ્થિતિ અંગે ખાસ ચિંતા વ્યક્ત કરી શાંતિ જાળવવા માટે અધિકારીઓને આદેશ આપ્યા છે.

હિંમતનગરમાં બુધવારથી સવારે સ્થિતિ કાબુમાં રહી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીને બનાસકાંઠાના કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરાઈ હતી. ચાલું શોભાયાત્રાએ પથ્થરમારો થતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.થોડા જ સમયમાં બે ટોળા સામસામે આવી ગયા હતા. એક ટોલું ખંભાતના સરદાર ટાવર પાસે આવી ગયું. પછી ત્યાં તોડફોડ અને આંગચંપી કરવામાં આવી હતી. આ ઘટના બાદ ખંભાતના એન્ટ્રી પોઈન્ટથી લઈને ઘટના સ્થળ સુધી નગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW