HomeGujaratટંકારાઃ પ્રૌઢને ગોળી મારી દીધા બાદ પરિજનો પાસે 10 લાખની ખંડણી માગી

ટંકારાઃ પ્રૌઢને ગોળી મારી દીધા બાદ પરિજનો પાસે 10 લાખની ખંડણી માગી

ટંકારામાં 6 દિવસ પહેલાં બની અને ભરી બજારમાં પાન બીડીના હોલસેલના ધંધાર્થીનું ખંડણી વસુલવાના ઇરાદે ફાયરિંગ કરી હત્યા કરી દેવાયા બાદ, હત્યારાઓ તો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. અને પરિવારજનોએ જે તે સમયે તેમના મોભીનું હાર્ટ એટેકથી કુદરતી મોત થયું હોવાનું સમજી પોલીસ અને તબીબને પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડીને અગ્નદાહ આપી દીધો. બાદમાં ખંડણીખોરોએ ખરું પોત પ્રકાશ્યું હતું અને તેમના પુત્ર પાસે ખંડણી માગવાનું શરૂ કર્યું અને જણાવ્યું કે, જો તારા પિતાને અમે જ ફાયરિંગ કરીને પતાવી દીધા છે, તું પૈસા નહીં આપે તો તારા પણ આવા જ હાલ થશે અને આ ઘટના બાદ ટંકારા પોલીસ વધુ હરકતમાં આવી હતી અને ભોંભીતર થઇ ગયેલા આરોપીઓના સગડ મેળવવાનું શરૂ કરી હતી .ખંડણી માંગનાર આરોપીઓમાંથી 6 પોલીસના હાથ વેતમા હોવાનું સામે આવ્યું છે.
એક આરોપીની ધરપકડ કરવા તજવીજ આરંભી છે.
સનસનીખેજ બનાવની વિગતો એવી છે કે ટંકારા ધ્રોલ હાઇવે પર ધંધો ધરાવતા સવજીભાઈ કકાસણીયા 6 એપ્રિલે દુકાન ખોલીને બેઠા હતા, અને ત્યારે અચાનક અમુક શખ્સોએ ધસી આવી ફાયરિંગ કરતાં તેઓ ઢળી પડ્યા હતા અને આરોપીઓ તકનો લાભ લઇ નાસી ગયા હતા. આસપાસના લોકોએ પોલીસને અને પરિવારજનોને જાણ કરી હતી અને જે તે સમયે પરિવારજનોને એવું લાગ્યું કે હાર્ટએટેક આવ્યો હશે અને માથામાં ટેબલનો ખુણો લાગ્યાથી ઇજા થઇ હશે. પોલીસે અને તબીબને પણ જાણ ન થઇ કે પ્રૌઢનું મોત ગોળી ધરબી દેવાથી થયું છે. આથી મૃતદેહના અગ્નિસંસ્કાર કરી દેવાયા, ખરી કહાની હવે જ શરૂ થઇ અને અરવિંદભાઈના પુત્ર હરેશભાઇ ૫૨ 10મી એપ્રિલે એવો ફોન આવ્યો કે 10 લાખ ન આપનારા તમારા પિતાને અમે જ ફાયરિંગ કરીને પતાવી દીધા છે, જો તું નહીં આપે તો તારા પણ એવા જ હાલ થશે. આ બાબતને હરેશે પહેલાં તો ગણકારી નહીં, પરંતુ સતત બીજા દિવસે આવો ફોન આવતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ પણ સતર્ક બની ગઇ હતી.

ખંડણીખોરોને પકડી લેવા પોલીસે ટ્રેપ ગોઠવી અને હરેશે આરોપીઓને ટંકારા સર્કિટ હાઉસ પાછળ રાતે 10 લાખ લેવા બોલાવ્યા અને પોલીસ સાદા વેશમાં ત્યાં ગોઠવાઇ ગઇ, પરંતુ કોઇ પણ રીતે આરોપીઓને જાણ થઇ જતાં આવ્યા ખરા, પછી નાસી ગયા હતા. ખંડણીખોરોએ 11મીએ અરવિંદભાઈના પુત્રને બદલે મિતાણા ગામના પટેલ અશોકભાઈ મોહનભાઈ મુછાળા પર ખંડણી માટે ફોન કરવાનું શરૂ કર્યું હતું અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળક સહિત આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.
ઘટના બાદ પરિજનોએ પોલીસનો સંપર્ક કરતા પોલીસ સતર્ક બની હતી અને સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ નંબર આધારે એક શંકાસ્પદ શખ્સની ઓળખ કરી હતી. પોલીસે આખું કાવતરું સામે આવતા કુલ 6 આરોપીઓના નામ સામે આવતા તેઓનો ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW