રાજકોટમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર તો ડીઝલના ભાવો 100 રૂપિયાની નજીક પહોંચી ગયા છે. ત્યારે પેટ્રોલ-ડીઝલમાં થયેલા ભાવવધારાના પગલે નગરજનો પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગમાં વધારો થયો છે. લોકો મુસાફરી કરવા માટે શહેરની સીટી બસોમાં જઈ રહ્યાં છે. જેનાથી સીટીબસની આવકમાં પણ વધારો થયો છે.

રાજકોટ રાજપથ લિમિટેડના જનરલ મેનેજર વાય.કે.ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટ શહેરમાં બીઆરટીએસ રૂટ પર 18 જેટલી ઈલેક્ટ્રીક મીની બસ કાર્યરત છે. જેમાં હાલ વીસથી બાવીસ હજાર જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જ્યારે કે, સીટી બસ સેવામાં અંદર 91 જેટલી બસ કાર્યરત છે. જે બસોમાં રોજિંદા 50 હજારથી પણ વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. રાજકોટ મનપા સંચાલિત રાજકોટ લિમિટેડ બસ સેવા અંતર્ગત રાજકોટ શહેરથી શાપર વેરાવળ સુધી તેમજ રાજકોટથી મેટોડા જીઆઇડીસી સુધી જાય છે.

રાજકોટની જુદી જુદી કોલેજ સુધી સિટી બસ સેવા કાર્યરત કરવામાં આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ રાજકોટ શહેરથી દૂર કામ કરનારા કર્મચારીઓ રાહત દરે બસ સેવાનો લાભ મેળવી આવન-જાવન કરી શકે. ત્યારે ફેબ્રુઆરીમાં સરેરાશ દિવસમાં 44643 અને માર્ચમાં સરેરાશ 54601 મુસાફરોએ મુસાફરી કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ વધતાં જતાં પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે સૌથી વધુ વિધાર્થી વર્ગ જાહેર પરિવહન તરફ વળ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

