HomeGujaratરાજકોટમાં 12 વર્ષની કિશોરી પર બે શખસોએ દોઢ વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ

રાજકોટમાં 12 વર્ષની કિશોરી પર બે શખસોએ દોઢ વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ

રાજકોટમાં 12 વર્ષની કિશોરી ઉપર બે શખસોએ દોઢ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી દેતાની પોલીસ ફરિયાદે ચકચાર મચાવી છે. પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓને ઝડપી લીધા છે. જો કે સગીરાના પેટમાં રહેલું બાળક કોનું છે તે અંગે જાણવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.

આજીડેમ પોલીસે ભોગ બનેલી કિશોરીની માતાની ફરિયાદ પરથી કોઠારીયા રોડ વેલનાથપરામાં રહેતાં અને મજૂરી કરતાં બિહારના વરૂણ શ્રીપ્રદિપ ઠાકુર અને આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક 1માં શ્રેયસ સ્‍કૂલ પાસે રહેતાં બિહારના અમનસિંગ રાઘવેન્‍દ્ર રાજપૂત સામે IPL 376(2), (N), 376(3), 114 તથા પોક્‍સો એક્‍ટ 5(જે) (2) તથા 6 અને એટ્રોસિટી એક્‍ટની કલમ હેઠળ ગુનો નોંધ્‍યો છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, મારે બે સંતાન છે અને છૂટક મજૂરી કરું છું. દીકરો પણ મજૂરીએ જાય છે. પતિની તબિયત સારી ન રહેતી હોઇ એ વતનમાં જ રહે છે. બે દિવસ પહેલા મારી દીકરી કે જેની ઉમર અધારકાર્ડ મુજબ 12 વર્ષ 3 મહિના જેટલી છે. તેને પેટમાં દુઃખાવો ઉપડતાં તપાસ કરાવતાં તેના પેટમાં સાત માસનો ગર્ભ હોવાનું તબીબે જણાવ્‍યું હતું. આ જાણી હું ચોંકી ગઇ હતી. ઘરે જઇ દીકરીને ફોસલાવીને પૂછપરછ કરતા તેણે કબૂલ્‍યું હતું કે, પડોશમાં રહેતાં પોતાના ભાઇના ઘરે વરૂણ ઠાકુર આવતો-જતો હોઇ આથી પોતે તેને ઓળખે છે. જ્‍યારે અગાઉ જ્‍યાં રહેતાં ત્‍યાં પડોશમાં રહેતાં અમનસિંગ રાજપૂતને પણ પોતે ઓળખે છે.

આ બંનેએ અલગ અલગ રીતે પોતાને લલચાવી ફોસલાવી હતી અને મોટેભાગે પોતે ઘરે એકલી હોય ત્‍યારે ઘરે આવી અવાર-નવાર છેલ્લા દોઢ વર્ષના ગાળામાં શરીર સંબંધ બાંધી લીધો હતો. આ બંનેને ના પાડવા છતાં મરજી વિરૂદ્ધ ઘરમાં આવી જઇ પરાણે બળજબરીથી બળાત્‍કાર ગુજારી લેતાં હતાં. આ વિગતોને આધારે પોલીસે ગુનો નોંધી બંને આરોપીને સકંજામાં લીધા છે. કિશોરીના પેટમાં સાત માસનો ગર્ભ છે એ વરૂણ થકી રહ્યો કે અમનસિંગ થકી? એ જાણવા પોલીસ ડીએનએ ટેસ્‍ટ કરાવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW