HomeGujaratCentral Gujaratકોરોનાના નવા XE વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી, વડોદરાથી સામે આવ્યો પહેલો કેસ

કોરોનાના નવા XE વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી, વડોદરાથી સામે આવ્યો પહેલો કેસ

મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ કોરોનાના નવા વેરિયન્ટ XEનો મોટો કેસ સામે આવ્યો છે. જેના કારણે ફરીથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. મહારાષ્ટ્રથી વડોદરા આવેલા એક યુવાનમાં કેટલાક શંકાસ્પદ લક્ષણો જોવા મળતા વેરિયન્ટની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં કોરોનાના નવા વેરિયન્ટ XEની ખાતરી મળતા આરોગ્ય વિભાગમાં દોડધામ થઈ ગઈ છે. હાલ નવા વેરિયન્ટથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રોસિંગ અને તપાસ ચાલું છે. ડોક્ટરોનું કહેવું છે કે, XE વેરિયન્ટ ઓમિક્રોન જેવો માઈલ્ડ વેરિયન્ટ હોવાથી ઘાતક નથી. જેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. જોકે, આ અંગે તકેદારીના પગલાં લેવાના શરૂ થઈ ચૂક્યા છે.

મહારાષ્ટ્રથી આવેલા વ્યક્તિમાં થઈ પુષ્ટિ થઈ છે. કારણ મહારાષ્ટ્રમાં પણ આ કેસ જોવા મળ્યો હતો. 3 દિવસ પહેલા મહારાષ્ટ્રથી વડોદરા આવેલા યુવાને કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં XE વેરિએન્ટની હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરના અલ્કાપુરી વિસ્તારના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્થાનિક આરોગ્ય તંત્ર તપાસ કરવા માટે દોડી ગયું હતું. હાલ તે દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે દર્દીના સીધા સંપર્કમાં આવેલા 2 લોકોનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. થોડા દિવસ પહેલા મુંબઈમાં 40 વર્ષીય મહિલાના શરીરમાં આ નવો વેરિયંટ જોવા મળ્યો હતો. રાહતની વાત એ હતી કે મહિલાને કોરોનાના કોઈ લક્ષણો ન હતા.

આ મહિલા તા. 10મી ફેબ્રુઆરીના રોજ સાઉદી અરેબિયાથી ભારતમાં પરત આવી હતી. ભારતીય SARS-CoV-2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના નિષ્ણાતો સતત કોરોનાના નવા વેરિઅન્ટની માહિતી મેળવવા માટે જિનોમ સિક્વન્સિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના વધુ એક વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. ચીનમાં કોરોનાના નવા XE વેરિએન્ટે હાહાકાર મચાવેલો છે. ગુજરાતમાં પણ કોરોનાના સૌથી ઝડપથી ફેલાતા ઓમિક્રોનના સબ વેરિએન્ટ XEનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં થઈ રહેલા ઘટાડા વચ્ચે આ નવા વેરિયન્ટની એન્ટ્રીથી આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. આ ઓમિક્રોનનું જ સ્વરૂપ છે, જે ઓમિક્રોન બીએ.1 અને બીએ.2નું મિશ્રણ છે. ખરેખર વાઈરલ સતત મ્યૂટેટ થતો રહે છે.  ફરીવાર સંક્રમણની આશંકા ખૂબ જ ઓછી છે. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW