HomeGujaratમોરબીમાં રૂ 1.19 કરોડની લૂંટની ઘટનામાં વધુ2 આરોપી ઝડપાયા કુલ 5 આરોપી...

મોરબીમાં રૂ 1.19 કરોડની લૂંટની ઘટનામાં વધુ2 આરોપી ઝડપાયા કુલ 5 આરોપી પોલીસ ઝપટમાં

પેઢીના કર્મચારીઓ પર ગિલોડ અને ગુપતી જેવા હથિયારથી હુંમલો કરી રૂ.1.19 કરોડની દિલ ધડક લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયા બાદ હવે ધીમે ધીમે આરોપીઓ પણ પકડાઈ રહ્યા છે. આ ઘટનામાં બે દિવસ પહેલા વીંછીયાં તાલુકાના નાના માત્રા ગામના 2 શખ્સ તેમજ રાજકોટમાં એક શખ્સ સહિત 3 લોકોને ઝડપી લીધા હતા.અને તેઓ પાસેથી રૂ.79 લાખ પણ પરત મેળવી લઈ પોલીસે મોટી સફળતા મેળવી હતી.પોલીસે ઝડપાયેલા 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા બીજી તરફ આ ઘટનામાં હજુ 6 જેટલા આરોપીઓ નાસતા ફરતા હોય પોલીસની અલગ અલગ ટીમ તપાસ કરી હતી દરમિયાન વધુ બે આરોપી મોરબી સુધી પણ પોલીસ પહોચી ગઈ હતી અને ઘટનામાં લૂંટની ટીપ આપનાર સોમનાથ ટ્રાવેલ્સના ડ્રાઇવર કમ ક્લિનર અબ્દુલ કાદિર ઉર્ફે જાહિદ અલ્લારખા ચૌહાણ તેમજ ઇમરાન અલ્લા રખા ચૌહાણને શુક્રવારે વહેલી સવારે ઝડપી લીધો હતો અને પોલીસ મથક ખાતે સોંપી દેવાયા હતા.

અને બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી આજે ઝડપાયેલા આરોપી જાવિદ અલ્લા રખા સોમનાથ બસમાં છેલ્લા 15થી 17 વર્ષથી ડ્રાઇવર કમ ક્લીનર તરીકે નોકરી કરતો હતો જેથી બસમાં દરરોજ કેટલા પાર્સલ ક્યાંથી આવે અને ક્યાં જાય છે કોણ પાર્સલ લેવા મુકવા આવે તે અંગેની તમામ માહિતી હતી અને શોર્ટકટમાં રૂપિયા વાળા થવાના સ્વપ્ન જોયા અને સાચા કરવા તેના ભાઈ પરવેઝને જાણ કરી પરવેઝે મૂળ નાના માત્રા ગામના વતની અને રાજકોટમાં રહેતા પંકજ કેશા ગરાંભડિયાને વાત કરી જે બાદ પંકજે લૂંટનો આખો પ્લાન બનાવ્યો હતો અને તેના ગામના લોકો સવસી હકા ગરાંભડિયાને તેમજ સુરેશ મથુર ગરાંભડિયાને તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સને સાથે રાખી આખી ગેંગ બનાવી લૂંટનું કાવતરુ રચ્યું હતુ1 મોરબીની આ સનસની ખેજ લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી ગઈ હતી જોકે આ ઘટનામાં કાવતરું ઘડનાર મુખ્ય આરોપી પંકજ કેશાભાઈ ગરાંભડિયા હજુ પણ પોલીસ ગિરફતથી દુર છે.ઘટના બાદ થી મુખ્ય આરોપી પંકજ અને તેના ત્રણ અજાણ્યાં સાથી જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ પોલીસની ઝપટમાં આવ્યા નથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW