વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે ભારતમાં સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે ભારતીય શેરબજારની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ Sensex 219.99 પોઈન્ટ (0.37 ટકા)ના વધારા સાથે 59,254.94ના સ્તર પર જોવા મળ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી Nifty 76.60 પોઈન્ટ (0.43 ટકા)ના ઉછાળા સાથે 17,716.10ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
આજે એશિયન માર્કેટમાં મિશ્ર વેપારની સ્થિતિ જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી SGX Nifty 28 પોઈન્ટના વધારા સાથે દેખાયો છે. આ સિવાય નિક્કેઈ 0.25 ટકાના ઘટાડા સાથે 26,820.37ની આસપાસ જોવા મળી રહ્યો છે. સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.58 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે હેંગસેંગ 0.12 ટકાના ઘટાડા સાથે 21,782.68ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. કોસ્પીમાં 0.16 ટકાની સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.08 ટકાના વધારા સાથે 3,239.32ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની સોભા, એશિયન પેઈન્ટ્સ, જેએસડબ્લ્યૂ આઈસપેટ સ્પેશિયલ પ્રોડક્ટ્સ, હેસ્ટરેર બાયોસાન્સિઝ, ચમનલાલ સેટિયા એક્સપોર્ટર્સ , કેઆરબીએલ (KRBL), ઈન્ટરગ્લોબ એવિએશન , સ્પાઈસજેટ , ઈન્ડિગો પેઈન્ટ્સ જેવા શેર્સમાં રોકાણ કરવાથી સારો ફાયદો થશે. જોકે, સતત પડતા ફટાકને કારણે શેર માર્કેટમાં લાંબા ગાળાનું રોકાણ કરવા હાલ કોઈને રસ ન હોય એવું ચિત્ર છે. જ્યારે સોનામાં રોકાણ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે.

અદાણી પોર્ટ જેવા અન્ય શેરોમાં પણ ગાબડા હતા. મંદી બજારે પણ એકસીસ બેંક, હિન્દ લીવર, આઇસીઆઇસીઆઇ બેંક, ડીવીઝ લેબ, ડો. રેડ્ડી, યશ બેંક, સુઝલોન જેવા શેરો મજબુત હતા. મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 600 પોઇન્ટના કડાકાથી 59010 હતો જે ઉંચામાં 59504 તથા નીચામાં 58992 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 174 ઘટીને 17630 હતો. જે ઉંચામાં 17787 તથા નીચામાં 17625 હતો.

