સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી આકરી ગરમી પડી રહી છે. ત્યારે ગીર અભ્યારણમાં રહેતા એશિયાટીક સિંહો સહિતના અબોલ વન્યપ્રાણીઓ માટે વનવિભાગે 500થી પાણીના પોઈન્ટ તૈયાર કરાયા છે. આ પોઈન્ટોમાં ટેન્કર, પવનચક્કી તથા સોલાર મારફતે પાણી ભરવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમી પડી રહી છે. જેમાં ગીર અભ્યારણ જંગલમાં રહેતા એશિયાટીક સિંહો સહિતના હજારો અબોલ વન્યપ્રાણીઓ પણ આ સમસ્યાથી બાકાત નથી. વન વિભાગ દ્વારા ઉનાળાના સમયગાળામાં ગીર અભ્યારણ જંગલમાં વસતા વન્ય પ્રાણીઓને પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે ગીર જંગલમાં જુદા જુદા સ્થળોએ 500 થી વધુ પાણીના પોઇન્ટો તૈયાર કરવામાં આવ્યા છે. આ પોઇન્ટોમાં ટેન્કર, પવનચક્કી અને સોલાર મારફતે પાણી ભરવામાં આવે છે. જેથી આ પાણીના પોઇન્ટો પર સિંહ સહિતના વન્ય જીવો પોતાની તરસ છીપાવવા આવતા હોય છે. જેથી આ વ્યવસ્થા વન્યપ્રાણીઓ માટે આર્શિવાદરૂપ સમાન સાબિત થઇ રહી છે.

એશિયાટીક સિંહોના ગઢ એવા સાસણગીર અભ્યારણ જંગલ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા જ નાના મોટા વોકળા અને નદી-નાળાઓ સુકાવા લાગે છે. એવા સમયે ઘોમધખતા તડકા અને ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓ માટે તરસ છીપાવવા માટે જંગલ વિસ્તારમાં પાણી ગોતવું કઠીન બની જાય છે. જેથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સાસણગીર જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા અબોલ સહિં સહિતના વન્ય પ્રાણીઓને કૃત્રિમ રીતે પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

