HomeGujarat10મી એપ્રીલે ઉમાધામ ગાઠિલાનો મહાપાટોત્સવ, પીએમ મોદી વર્ચ્યુઅલ રહેશે હાજર

10મી એપ્રીલે ઉમાધામ ગાઠિલાનો મહાપાટોત્સવ, પીએમ મોદી વર્ચ્યુઅલ રહેશે હાજર

વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસમાં સતત વધારો થઈ રહ્યો છે. સામાજિક કે ધાર્મિક કાર્યક્રમોમાં પણ વડાપ્રધાન સહિતના નેતાઓ સહભાગી બની રહ્યાં છે. આગામી 10 એપ્રીલે જૂનાગઢના ઉમાધામ ગાઠિલાનો મહાપાટોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી હાજર રહીને મા ઉમાના આશિશ પ્રાપ્ત કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હજી કોઇ તારીખ જાહેર થઇ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તો જોરશોરથી ચૂંટણીનો ધમધમાટ શરુ કરી દીધો છે. રાજકીય દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે પીએમ મોદી ફરી એકવાર ગુજરાત આવશે. 19 એપ્રિલે પીએમ મોદી જામનગર આવશે જ્યારે 21 એપ્રિલે તેઓ બનાસકાંઠાના પ્રવાસે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW