રાજકોટથી બસમાં બેસતી પોલીસની પત્નીનો ભેટો તસ્કર સાથે થયો છે. ભીડનો લાભ લઈને પોલીસની પત્નીનું રૂ. 60 હજાર રોકડ, મંગળસુત્ર, પાંચ વીંટી, કાનમાં પહેરવાની સર મળીને રૂપિયા 2.26 લાખનું પર્સ ચોરી તસ્કર ફરાર થઈ ગયો છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત પ્રમાણે સુરેન્દ્રનગરના મધુવન ટાઉનશિપમાં રહેતા મીનાબા અનીરૂધ્ધસિંહ ઝાલા(ઉ.વ.41)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીની ધ્રોલ જવા માટે રાજકોટ બસપોર્ટમાં બસમાં બેસવા ગયા ત્યારે ગડદીનો લાભ લઇ કોઇ ચોરે મારૂ રૂ. 60 હજાર રોકડ, મંગળસુત્ર, પાંચ વીંટી, કાનમાં પહેરવાની સર મળીને રૂપિયા 2.26 લાખ ભરેલું પર્સ મારા હાથમાથી લઇને જતો રહ્યો હતો. મે રાડારાડી કરતા માણસો ભેગા થઇ ગયેલ હોય જેથી તેમાંથી કોઇ અજાણ્યા ભાઇના મોબાઇલ માથી મે મારા સગાભાઇ બ્રિજરાજસિંહ અજીતસિંહ જાડેજા કે જેઓ રાજકોટ ખાતે રહેતા હોય તેમને બનાવ બાબતે જાણ કરેલ અને બાદમા મારા ભાઇ બ્રિજરાજસિંહ અજીતસિંહ જાડેજા આવી જતા અમો બન્ને એ ત્યા એસ.ટી.બસ સ્ટેશનના સીસીટીવી ચેક કરાવેલ હતા. તેમા કોઇ જોવા મળેલ નહી.

જેથી મેં મારી રીતે આજુબાજુમા તપાસ કરેલ અને બાદમા મે મારા ભાઇ બ્રિજરાજસિંહ અજીતસિંહ જાડેજાના જણાવેલ કે મારા ગ્રે કલરના પર્સમા એક સોનાનુ મંગળસુત્ર આશરે અઢી તોલા જેની કિંમત રૂપીયા 1,00,000,પાંચ અલગ અલગ સોનાની વીટીં જે આશરે દોઢ તોલા જેટલી જેની કિંમત રૂપીયા 60,000, તેમજ કાનમા પહેરવાની સર અને બુટ્ટી જે આશરે એક તોલા તેમજ એક મોબાઇલ અને રોકડા રૂપીયા 6,000 સાથેનુ પર્સ કોઇ ચોર ચોરી ગયાનું જાણવા મળ્યું હતું.

