HomeGujaratચાલું ટેમ્પાએ કાપડનાં તાકાંની ચોરી, આખા શહેરમાં અનેક પ્રકારની ચર્ચા

ચાલું ટેમ્પાએ કાપડનાં તાકાંની ચોરી, આખા શહેરમાં અનેક પ્રકારની ચર્ચા

માત્ર ડાયમંડ જ નહીં પણ કાપડ ઉદ્યોગ પણ સુરતમાં ખૂબ મોટો છે. સુરત સિટીના રિંગ રોડ પર આવેલા કાપડ બજારમાં લાખો રૂપિયા નહીં પણ કરોડો રૂપિયાનું મુલ્ય ધરાવતા કાપડના તાકાની ચોરી સામે આવી છે. કાપડની ચોરી કરતા હોવાની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે. પણ આજણા ફાર્મ વિસ્તારમાં ચાલું ટેમ્પાએ યુવક ચોરી કરી રહ્યો હોવાનો વીડિયો તથા ફોટો સામે આવ્યા છે.

આજણા વિસ્તારમાં એક યુવાન ચાલું ટેમ્પામાંથી કાપડના તાકાના મોટા પેકેટ ચોરી રહ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. એક જાગૃત નાગરિકે આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. જે પોલીસ સુધી પહોંચતા સુરત પોલીસે અલ્તાફ મિર્ઝા નામના આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેરના ટ્રાફિકમાં યુવક જેવી ટેમ્પોની સ્પીડ ઓછી થાય છે. તેવી રીતે ટેમ્પો પર ચડી જાય છે. બાદમાં પાછળ લટકાઈને ટ્રાફિકમાં જ કોઈનું ધ્યાન ન જાય તે રીતે ચતુરાઈપૂર્વક કાપડ ચોરી લે છે. પણ આ વિસ્તારમાંથી પસાર થતા એક યુવાને આ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો.પોલીસે વાઈરલ વીડિયોના આધારે અલ્તાફ ગુમાબબેગ મિર્ઝાને ઝડપી લીધો હતો.

થોડા દિવસ અગાઉ પણ બોમ્બે માર્કેટની આસપાસના વિસ્તારની અંદર આ પ્રકારની એક ઘટના બની હોવાના વાવડ સામે આવ્યા હતા. સુરત શહેરના રિંગરોડ પર સૌથી વધારે કાપડ માર્કેટ આવેલી છે. જ્યાં સમયાંતરે મોટી માત્રામાં કાપડના તાકા મંગાવવામાં આવે છે. પણ વીડિયો પરથી કહી શકાય કે, જાણે કોઈની બીક જ ન હોય અને કોઈ પકડવાનું ન હોય એ રીતે આ આરોપી તાકાની જાહેરમાં ચોરી કરી રહ્યો છે.

કાપડના તાકાની ચોરી કરીને આ આરોપી ગણતરીની મિનિટમાં ફરાર થઈ જાય છે. પણ એ સમયે ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે આ યુવાનની કળાને રેકોર્ડ કરી લીધી હતી. પછી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવતાની સાથે જ કાપડ વેપારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. ટેક્સ્ટાઇલ માર્કેટની આસપાસના વિસ્તારોમાં હવે કાપડ ચોરી કરતી હોવાની ગેંગ સક્રિય થઈ ગઈ હોય એવું ચિત્ર સામે આવ્યું છે. સુરતના ભાઠેના વિસ્તારનો આવો જ એક વીડિયો સામે આવતા સુરત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરતના આ વિસ્તારોની અંદર કેટલાક યુવકો માત્ર ટાંકા ચોરીઓ જ કરતા હોવાની ફરિયાદ ઊઠી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW