રાજ્યભરમાં અલગ અલગ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસીડેન્ટ ડોક્ટર પોતાના વર્ષો જુના પડતર પ્રશ્ન ઉકેલવા રજૂઆત કરી રહી છે. તેમજ અગાઉ હડતાળ પાડી સરકાર સુધી પોતાની માગણીઓ મૂકી હતી. જોકે સરકાર દર વખતે માત્ર જુઠા વાયદા આપી તબીબો સાથે છેતરપીડી કરતી હોવાથી રાજ્યભરમાં તબીબોએ ફરી અનિશ્ચિત હડતાળનું હથીયાર ઉગામ્યું છે. ત્યારે આજે મોરબી સિવિલ હોસ્પિટલના તબીબોએ પણ હડતાળની ચીમકી આપી હતી. જોકે સિવિલ સર્જન દ્વારા આ અંગે તેઓને સમજાવટ કરાતા મોટાભાગના તબીબો હડતાળમાં જવાનું માંડી વાળ્યું હતું. અને માત્ર ત્રણ તબીબો હડતાળમાં જોડાયા હતા.જેના કારણે સિવિલ હોસ્પિટલમાં ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ ચાલુ રહી હતી.

