HomeGujaratCentral Gujaratબે મહિનામાં ટ્રાફિક પોલીસના 700 કર્મચારીઓ સસ્પેન્ડ,જાણો શા માટે

બે મહિનામાં ટ્રાફિક પોલીસના 700 કર્મચારીઓ સસ્પેન્ડ,જાણો શા માટે

મહાનગર અમદાવાદમાંથી પોલીસ કર્મચારીને લગતા ચોંકાવનારા વાવડ સામે આવ્યા છે. ટ્રાફિક નિયંત્રણ માટે નિમવામાં આવેલા ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડના 700 જેટલા કર્મચારીઓને અમદાવાદ શહેર પોલીસ વિભાગે ભ્રષ્ટાચારના આરોપસર છૂટા કરી દીધા છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક સંચાલનમાં લોલમલોલ થઈ રહી હોવાને કારણે ગંભીર અકસ્માત થયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

આ પોલીસ કર્મચારીઓ લાંચ અને ગેરહાજરીને કારણે ફરજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે સંદેશો આપી દીધો છે કે, ડ્યૂટી પર કોઈ પ્રકારની ગેરરીતિને સહન કરવામાં નહીં આવે. સુત્રોમાંથી વિગત એવી પણ જાણવા મળી છે કે, પોલીસ વિભાગ તરફથી 700 TRBજવાનોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ટ્રાફિક પોલીસની મુખ્ય કચેરીને મળેલી અલગ અલગ ફરિયાદને આધારે જવાનોને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ઉપરાંત શહેરમાં જુદા જુદા સ્થળે લગાવવામાં આવેલા CCTV કેમેરાની મદદથી પણ લાંચિયાઓને તપાસવામાં આવ્યા હતા. આ સાથે કામના કલાક દરમિયાન પોસ્ટ પરથી ગાયબ રહેતા જવાનોની ઓળખ કરીને યાદી તૈયાર કરાઈ હતી. સસ્પેન્ડ થયેલા જવાનોમાંથી અમુકને એક્સપ્રેસ હાઈવે, એસજી હાઈવે, એસપી રિંગ રોડ, ઈન્દિરા બ્રિજ સર્કલ, એરપોર્ટ સર્કલ, નવા નરોડા વગેરે વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે પોલીસની સામે જ ધડાકા કરતા પોલીસ બેડામાં અનેક ચર્ચા થઈ રહી છે.

સૌથી વધારે એવા કેસ સામે આવ્યા જેમાં પોલીસે હેલ્મેટ ન પહેરી હોય, બ્લેક ફિલમ લગાવી હોય. છેલ્લા થોડા સમયથી પોલીસે પોલીસ સામે જ ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં ટ્રાફિકના નિયમો તથા પોલીસના નિયમોનું પાલન ન કરનારા સામે કેસ કરવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદના ટ્રાફિકબુથમાં પણ ફેરફાર થઈ રહ્યા છે. પંચવટી બાદ અલગ ડીઝાઈનનું બુથ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે યુનિવર્સિટી પાસે વૉકીટોકી થીમ પર બુથ તૈયાર કરાયું છે. નવી ડીઝાઈનમાં તૈયાર થયેલા ટ્રાફિક બુથ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આવનારા સમયમાં અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં 200 જેટલા અલગ અલગ ડીઝાઈનના ટ્રાફિક બુથ તૈયાર થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW