ઇન્ડિયન સીરામીક એશિયા 2022 દ્રારા ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે તા. 6 થી 8 એપ્રિલ 2022 એમ બે દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે, Messe Muenchen Indiaના સીઈઓ ભૂપિન્દર સિંઘ, એલેસાન્ડ્રો લિબેરેટોરી, ટ્રેડ કમિશનર ટ્રેડ પ્રમોશન ઑફિસના ડિરેક્ટર – ઇટાલિયન એમ્બેસી – નવી દિલ્હી. મોરબી સિરામિક મેન્યુફેક્ચર એસોસિએશનના હોદ્દેદારો હરેશભાઈ બોપલિયા પ્રમુખ (વોલ ટાઇલ્સ ડિવિઝન) વિનોદભાઈ ભાડજા પ્રમુખ (ફ્લોર ટાઇલ્સ ડિવિઝન) કિરીટભાઈ પટેલ પ્રમુખ (સેનેટરી વેર ડિવિઝન),હેમંત શાહ,ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ,ડો. બી.એસ. પાટીલ, ચીફ ટેકનોલોજી ઓફિસર,આરએકે સિરામિક્સ ડૉ. ચંદ્રેશ અગ્રવાલ, મેનેજિંગ ડિરેક્ટર,ડો. લલિત કુમાર શર્મા, પ્રમુખ ઈન્ડિયન સિરામિક્સ સોસાયટી અને રોબર્ટ શોએનબર્ગર – પ્રદર્શન નિયામક હાજર રહ્યા હતા.

અને એક્ઝિબિશન નિહાળી ભવિષ્ય આ ત્રી-દિવસીય એક્ઝિબિશનમાં દેશ-વિદેશમાં મશીનરીની અવનવી ટેકનોલોજી આવેલ તેનું પ્રદર્શન અને અવનવા રો- મટીરીયલ ડિસપ્લે કરવામાં આવ્યું છે. જેમાં 20 દેશો કરતાં પણ વધારે દેશોના મુલાકાતીઓ મુલાકાત લેશે. તદ્દઉપરાંત 5000 થી વધુ મુલાકાતીઓ આ એક્ઝિબિશનની મુલાકાત લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. તદઉપરાત ઉદ્યોગકારો આ એક્ઝિબિશનની મુલાકાત લેશે તો નવી ટેકનોલોજી અને નવી મશીનરી તથા રો મટીરીયલ્સથી માહીતગાર થશે અને મોરબીના સિરામિક ઉધોગ માટે નવી ટેકનોલોજી થી વધુ સારી પ્રોડ્કટ કઇ રીતે બની શકે તે બાબતથી માહીતગાર થશે જેનો મોરબી અને અન્ય સિરામિક ઉધોગ ક્ષેત્રમાં ઉપયોગી બનશે,

