મોરબી તાલુકાના નવા ધરમપુર ગામમાં રહેતા પ્રવીણપરી મોતીપરી ગોસ્વામી નામના આધેડ નવા ધરમપુરમાં આવેલ પ્રગતી જનરલ સ્ટોર્સ નામની દુકાનમાં બેઠા હતા તે દરમિયાન જગદીશ કોળી અને 2 અજાણ્યા શખ્સ આવી ચઢ્યા હતા અને જુના ઝઘડાનો ખાર રાખી ધારિયા અને પાઈપજેવા હથીયાર વડે ફરીયાદી પ્રવીણભાઈ પર જીવલેણ હુમલો કરી ગંભીર ગમ્બીર ઈજા બેફામ ગાળો ભાંડી હતી તેમજ આરોપીઓ આટલેથી ન અટકતા રહેણાંક મકાનના લાકડાના દરવાજા પર પણ ધારિયાના ઘા ઝીકી દરવાજો તોડી નાખી નુકશાન કરી ઘરના બીજા લોકોને પણ માર માર્યો હતો.બનાવ અંગે પ્રવીણપરીએ તાલુકા પોલીસ મથકમાં જગદીશ કોળી વિરુદ્ગ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

