HomeNationalઅફીણની ખેતિ પર તાલિબાને મૂક્યો પ્રતિબંધ,ઉલ્લંઘન કરનારને મળશે સજા

અફીણની ખેતિ પર તાલિબાને મૂક્યો પ્રતિબંધ,ઉલ્લંઘન કરનારને મળશે સજા

અફઘાનિસ્તાનમાં સત્તા પર રહેલી તાલિબાન સરકારે રવિવારે એક મોટું ફરમાન જાહેર કર્યું છે. તેમણે એલાન કર્યું કે, અફીણની ખેતી પર પ્રતિબંધ રહેશે. તાલિબાની સરકારમાં આ ફરમાન એક એવા સમયે જાહેર કરવામાં આવ્યું છે કે, જ્યારે અફઘાનના ખેડૂતોએ લાલ રંગના ફૂલની કાપણી શરૂ કરી દીધી છે. જે લાલ ફૂલ હેરોઈન ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. જે ફૂલ અફીણમાંથી મળે છે.

ફરમાન જાહેર કરતા તાલિબાન સરકારે અફઘાનિસ્તાનના ખેડૂતોને ચેતવણી પણ આપી છે. તાલિબાનની સરકારે એલાનમાં એવું પણ કહ્યું છે કે, જો તેઓ કાપણી યથાવત રાખશે તો એમના આખા પાકને બાળી નાંખવામાં આવશે. એટલું જ નહીં ખેડૂતોને કેદ કરી લેવામાં આવશે. તાલિબાનની સરકારે આવું એલાન કરીને ફરી એકવખત 90ના દાયકાની યાદ અપાવી છે. જ્યારે એ સમયની સરકારે અફીણની ખેતીને ગેરકાયદેસર જાહેર કરી હતી. પછી બે વર્ષમાં આખા દેશમાં આ ગેરકાયદેસર પાક છે એવું લાગુ કરી દેવામાં આવ્યું. સંયુક્ત રાષ્ટ્રએ અફઘાનિસ્તાનના મોટાભાગના ખેતરોમાં અફીણની ખેતી સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે એ વાતની પુષ્ટી કરી છે. જોકે, વર્ષ 2001માં અફઘાનિસ્તાનમાં તાલિબાની હુકુમત ખતમ થયા બાદ દેશના અનેક એવા પ્રાંતમાં ખેડૂતોએ પોતાને ત્યાં ઘઉંની ખેતી કરી હતી. એની સાથો સાથ અફીણની ખેતી કરવા માટે પણ બીજ વાવી દીધા હતા. રસ્તા અને પાયાના આંતરમાળખાના અભાવને કારણે ખેડૂતો માટે ઘઉં માર્કેટ સુધી લઈ જવા અશક્ય રહ્યા હતા.

અફઘાનિસ્તામાં અફીણની ખેતી ખેડૂતો અને બીજા મજૂરો માટે આવકનો એક મુખ્ય સ્ત્રોત છે. જેના થકી પ્રતિમાસ 300 ડૉલરની ખેડૂતોને આવક થાય છે. નશાયુક્ત પદાર્થ અને ગુનાઓ પર સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયના એક રીપોર્ટ અનુસાર અફઘાનિસ્તાન દુનિયાનો સૌથી મોટો અફીણ ઉત્પાદક દેશ છે. વર્ષ 2021માં તાલિબાને જ્યારે દેશ પર કબજો કર્યો એ પહેલા અફીણનું ઉત્પાદન 6000 ટન રહ્યું હતું. જેમાંથી આશરે 320 ટન હેરોઈન તૈયાર થઈ શકે. આ પ્રતિબંધને કારણે એ ગરીબ ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. જે ખેડૂતો સંપૂર્ણ રીતે અફીણ પર નિર્ભર છે. અત્યાર સુધી તાલિબાનની બહાર ડ્રગ્સ લઈ જવા પર ટેક્સ લાગતો હતો. જેનાથી આવા ખેડૂતોની લાખો રૂપિયાની આવક થતી હતી.આવી રીતે નશાનો વ્યાપાર કરીને તાલિબાને મોટી રકમની કમાણી કરી લીધી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW