HomeGujaratમોરબી બી ડિવિઝન પોલીસે 6 નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ શોધી પરત કર્યા

મોરબી બી ડિવિઝન પોલીસે 6 નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ શોધી પરત કર્યા

મોરબી સિટી વિસ્તારમાં 6 જેટલા લોકોએ પોતાનો મોબાઈલ ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ અધારે પોલીસે સતર્કતા રાખી ખોવાયેલ રૂપિયા 1.11 લાખની કિંમતના મોબાઇલો શોધી આપી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

મોરબીના શહેરી વિસ્તારમાં અલગ અલગ 6 લોકોની મોબાઈલ ગુમ થવા અંગેની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી જેમાં પોલીસે નાગરિકોના ખોવાયેલ મોબાઇલો શોધી કાઢવા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર પી.એ.દેકાવાડીયાના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા દ્વારા ટેકનીકલ વર્ક આઉટ કરી 6 અરજદારોના રૂપિયા 1.11 લાખની કિમતના મોબાઇલો શોધી આપી મુળ માલીકને પરત સોપી આપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW