HomeGujaratCentral Gujaratપંજાબમાં ભગતસિંહ અને ગુજરાતમાં ગાંધીના નામે રાજનીતિ મુદ્દે કેજરીવાલની ચોખવટ

પંજાબમાં ભગતસિંહ અને ગુજરાતમાં ગાંધીના નામે રાજનીતિ મુદ્દે કેજરીવાલની ચોખવટ

આમ આદમી પાર્ટી સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. એમની સાથે પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંતસિંહ માન પણ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. બંને નેતાઓએ અમદાવાદ આવીને પહેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, પંજાબમાં ભગતસિંહના નામે અને ગુજરાતમાં ગાંધીના નામે રાજનીતિ તો કેજરીવાલે જવાબ આપ્યો તો કે, આ ગાંધીની ભૂમિ-પવિત્ર ભૂમિ છે. અહીં રાજકારણની વાત નહીં.

રાજનીતિ કરવા તો આખી જિંદગી પડી છે. ગાંધીજીના આશ્રમમાં ગાંધીજીની વાત કરો. રાજનીતિ આ પરિસરની બહાર. અમે બે દિવસીય ગુજરાતની મુલાકાત કરવા માટે આવ્યા છીએ. અમદાવાદમાં આજે ગાંધીને પ્રમાણ કરવા માટે આવ્યા છીએ. ગાંધી આશ્રમમાં આવ્યા છીએ. ગાંધી આશ્રમમાં આવીને ઘણું સારૂ લાગ્યું છે. હું એવા દેશમાં પેદા થયો છું જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. મુખ્યમંત્રી બન્યા બાદ ગાંધી આશ્રમમાં આ મારી પહેલી મુલાકાત છે. જ્યારે હું એક એક્ટિવિસ્ટ હતો ત્યારે ઘણી વખત ગાંધી આશ્રમમાં આવી ચૂક્યો છું. જ્યારે પણ આ આશ્રમમાં આવું છું શાંતિનો અહેસાસ થાય છે. ગાંધીની આત્મા જાણે અહીં જ રહેતી હોય એવો અનુભવ થાય છે. ઘણું સારૂ લાગે છે.

ગાંધી આશ્રમમાં બાપુના ફોટાને સૂતરની આંટી ચડાવી હતી. આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ઇસુદાન ગઢવી અને મનોજ સોરઠીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ગાંધી આશ્રમમાં રસોઈ ઘરની લીધી મુલાકાત લીધી. પંજાબન મુખ્યમંત્રી ભગવંતસિંહ માન અને અરવિંદ કેજરીવાલે ગાંધીજીનો ચરખો ચલાવ્યો હતો. બંન્ને મુખ્યપ્રધાનોએ બુકમાં સંદેશો પણ લખ્યો છે. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માને લખ્યું હતું કે, આજે ગાંધી આશ્રમમાં આવીને ઘણું બધુ જોવા મળ્યું જે આઝાદીના સમય વખતે થયું એના વિશે જે સાંભળ્યું હતું.

ગાંધી આશ્રમ દ્વારા અરવિંદ કેજરીવાલને ચરખો અને અન્ય વસ્તુ ભેટ રૂપે આપવામાં આવી છે. CM બન્યા બાદ પ્રથમ વખત આવ્યો છું. હું જે ધરતી થી આવું છું તે શહીદોની ધરતી છે. ગાંધીજીએ આશ્રમથી શરૂ કરેલા આંદોલન અંગે વિગતો મેળવી છે. પંજાબના દરેક ઘરમાં આજે પણ ચરખો રહેલો છે. સાચું બોલવામાં આવે છે.

હું ગુજરાતમાં પ્રથમ વખત આવ્યો છું. એવું પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંગ માને કહ્યું હતું. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ બંને નેતાઓએ ગાંધીજી 15 વર્ષ અમદાવાદમાં રહ્યા તેની માહિતી મેળવી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW